સરવે:64% ભારતીયોને દિવસમાં ત્રણથી વધારે સ્પામ કૉલ આવે છે, 42% લોકો પ્રમોશન કૉલથી હેરાન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દેશના 377 જિલ્લાઓમાં 37 હજાર લોકો પર સરવે
  • 95% લોકોને ‘ડુ નોટ ડિસ્ટર્બ’માં રજિસ્ટર હોવા છતાં પ્રમોશન કૉલ્સ/SMS આવે છે

ભારતમાં મોટાભાગના મોબાઇલ ફોન યૂઝર્સે ‘ડુ નોટ ડિસ્ટર્બ’ (DND)માં રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં તેમને અનિચ્છનીય કૉલ કે SMS આવે છે. લોકલસર્કલ્સ મુજબ, દેશના 377 જિલ્લાના 37000 લોકો સાથે હાથ ધરેલા સરવેમાં 95% એ જણાવ્યું કે તેમણે DND રજિસ્ટ્રેશન કરાવ્યું છે છતાં પ્રમોશન, સેલ્સ જેવા અનિચ્છનીય કૉલ-SMS આવે છે.

અનિચ્છનીય, ત્રાસદાયક કે સેલ્સ/પ્રમોશનના કૉલ આવે તો શું કરો છો?
42% : કૉલને રિસીવ કરે છે, ત્યારબાદ બ્લોક કરે છે
21% : ફોનનો જવાબ આપીને ફરી ફોન ન કરવાનું કહે છે
14% : કૉલર આઇડી એપનો ઉપયોગ કરી કૉલ રિસીવ નથી કરતા
14% : ફોનબુકમાં નંબર હોય તેનો કૉલ રિસીવ કરે છે
7% : કશું જ નથી કરતા
2% : કૉલનો જવાબ આપીને વાત કરે છે
(નોંધ: 9252 લોકોએ આ સરવેમાં ભાગ લીધો, સ્ત્રોત: લોકલસર્કલ્સ)

કઈ કેટેગરીના સૌથી વધારે સ્પામ કૉલ આવે છે?
51% : ફાઇનાન્સિયલ સર્વિસનું સેલિંગ
29% : રિયલ એસ્ટેટ સેલિંગ
8% : હેલ્થકેર કે પેથોલોજી સર્વિસ
3% : નોકરીની ઓફર/કમાણીની તક
3% : મોબાઇલ નંબરની ઓફર, સારો મોબાઇલ ટોક/ડેટા પ્લાન
1% : આરઓ રિપેર/સ્પા, બ્યુટી…
(નોંધ: 9084 લોકોએ આ સર્વેમાં હિસ્સો લીધો, સ્ત્રોત: લોકલસર્કલ્સ)

18% લોકોને દિવસમાં 6થી 10 અનિચ્છનીય કૉલ આવે છે
37 ટકા લોકોએ કહ્યું કે તેમને દિવસમાં 3થી 5 અનિચ્છનીય ફોન આવે છે. 32 ટકાને દિવસમાં 1થી 2, 18 ટકાને 6થી 10, 9 ટકાને 10થી વધુ કૉલ આવે છે. માત્ર એક ટકાએ કહ્યું કે તેમને આવા કૉલ નથી આવતા, જ્યારે 64 ટકાને દિવસમાં 3થી વધુ સ્પામ કૉલ આવે છે.

અન્ય સમાચારો પણ છે...