તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ:બોડકદેવના સેન્ચ્યુરી ટાવરમાં 64 અને સાઉથ બોપલની 3 સોસાયટીમાં 52 ફ્લેટ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. 150 દિવસ બાદ શહેરમાં 300થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે પશ્ચિમ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ છે. બોડકદેવના સેન્ચ્યુરી ટાવરમાં 64 ઘર કે ફ્લેટ અને સાઉથ બોપલની ત્રણ સોસાયટીમાં 52 ઘર કે ફ્લેટમાં કોરોનાના કેસો વધુ આવતા તેમને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. સાઉથ બોપલ સહિતના વિસ્તારમાં એએમસી દ્વારા સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારોમાં કોરોનાના દર્દીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

બોપલની આ ત્રણ સોસાયટીમાં કેસ વધુ આવતા કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી
સાઉથ બોપલમાં અલગ ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા બાદ કોરોના ટેસ્ટની પ્રક્રિયા વધુ સઘન બની છે. જેને લઇને કોરોનાના પોઝિટિવ દર્દીઓના આંકડામાં ત્યાં ચિંતાનજક રીતે વધારો જોવા મળ્યો છે. સાઉથ બોપલની ત્રણ સોસાયટીમાં કોરોનાના કેસો વધુ આવતા આ સોસાયટીઓને કન્ટેઇમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. જેમાં સફલ પરિસર-1, ડી બ્લોક 1થી 6 માળ, આરોહી હોમ્સ- મકાન 24થી 30 અને 67થી 70 તથા આરોહી રેસિડન્સીના 18 મકાનોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

બોપલમાં સઘન ટેસ્ટિંગ 25માંથી 10ના ટેસ્ટ પોઝિટિવ
બોપલ વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ નીચે કોરોના ટેસ્ટ કરાવવા માટે લાંબી કતારો લાગી છે. સવારે 10 વાગ્યા સુધીમાં 25 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 10 જેટલા લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser