પરિણામ ઘટ્યું:ધોરણ-10નું અમદાવાદ જિલ્લાનુું 63.98 ટકા પરિણામ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ-10નું 2019માં 70.24 ટકા પરિણામ હતું જે ઘટીને 2020માં 66.07 ટકા સુધી પહોંચ્યું પરંતુ આ વર્ષેય 3 ટકા ઘટ્યું
  • વિરમગામ કેન્દ્રનું 56.41 ટકા પરિણામ, સાણંદ કેન્દ્રનું 48.07 ટકા, બાવળા સેન્ટરનું 52.75 ટકા , ધોળકાનું 53.19 ટકા તો દેત્રોજનું 28.57 ટકા પરિણામ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડની વેબસાઇટ પર સોમવારે સવારે 8 વાગ્યે જાહેર થયેલા પરિણામમાં અમદાવાદ ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ જાહેર થયું હતું. જિલ્લામાં 2019માં 70.24 ટકા પરિણામ આવ્યું હતું.

જે ઘટીનેે 2020માં 66.07 ટકા રહ્યું હતું તો સતત ત્રીજા વર્ષે પરિણામમાં ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે માત્ર 63.98 ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં એ-1 ગ્રેડમાં 594 વિદ્યાર્થી, એ-2 ગ્રેડમાં 2907 વિદ્યાર્થી, બી-1માં 5105 જ્યારે બી-2માં 6643 વિદ્યાર્થી પાસ થયા છે. જિલ્લામાં ધોરણ 10ના કુલ 40957 વિદ્યાર્થી નોંધાયા હતા.

જેમાં 40584 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. પરિણામની ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ 2019માં 70.24 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે વર્ષ 2020માં 66.07 ટકા અને ચાલુ વર્ષે 2022માં 63.98 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 2019ની સરખામણીએ વર્ષ 2022માં 7 ટકા જેટલું ઓછું પરિણામ આવ્યું છે.

ધોરણ 10નું વિરમગામ કેન્દ્રનું 56.41. ટકા પરીણામ આવ્યુ છે. ધોરણ 10નું માંડલ 52.35 ટકા, દેત્રોજ 28.57 સહિત અમદાવાદ ગામ્ય જિલ્લાનું 63.98 ટકા પરીણામ આવ્યુ છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. શહેરમાં B1 અને C2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાં છે.

વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ માધ્યમિક શાળાનું ધોરણ 10નું 98.52 ટકા પરીણામ આવ્યુ છે. આનંદ માધ્યમિક શાળાના જણાવ્યા પ્રમાણે, સતત પ્રથમ ક્રમાંકે આવતીએક માત્ર સંસ્થા શાળાના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ વિરમગામ કેન્દ્રમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ આનંદ માધ્યમિક શાળાના છે.

વૈદાંત ચૌહાણ 99.84 પર્સન્ટાઇલ રેન્ક સાથે પ્રથમ, ધૃવિલ ગાંધી 99.68 પર્સન્ટાઇલ રેન્ક સાથે દ્વિતીય અને મ.ઝૈદ ઘાંચીએ 98.65 પર્સન્ટાઇલ રેન્ક સાથે તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યુ છે. આ ઉપરાંત ધોરણ 10 વિરમગામની ઇન્ડિયન પબ્લિક સ્કુલનું 89.00 ટકા, શ્રી માધ્યમિક શાળા(દિવ્ય જ્યોત)નું 55.85 ટકા, શ્રી કે બી શાહ વિનયમંદિરનું 50.50 ટકા, ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલનું 74.19 ટકા, શ્રી ધર્મજીવન વિદ્યાનિકેતન માધ્યમિક શાળાનું 85.71, ત્રિપદા ગુરૂકુલમ ભોજવાનું 93.75 ટકા પરીણામ આવ્યુ છે.

નવયુગ વિદ્યાલય સહિતની શાળાઓ દ્વારા ધોરણ 10માં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામમાં અડધો અડધ વિધાર્થી નાપાસ થતા કેન્દ્રનું પરિણામ માત્ર 48.71 % આવ્યું હતું. સાણંદની વિકાસ વિદ્યાલયે પરિણામમાં મેદાન માર્યું હતું. વિકાસ વિદ્યાલયનું પરિણામ 89.35% આવ્યું હતું.

કેન્દ્રના પ્રથમ પાંચ વિધાર્થીઓમાં 4 વિકાસ વિદ્યાલયના આવ્યા છે. શાળામાં અને કેન્દ્રમાં પ્રથમ નંબરે પ્રજાપતિ માહી પિયુષભાઈ 92.5% ,બીજા નંબરે પ્રજાપતિ હેત પ્રકાશભાઈ 92% , ત્રીજા નંબરે પટેલ હેત સુનિલભાઈ 90.33% , વાઘેલા ઉન્નતીબ શૈલેષકુમારને 88.50%, પટેલ પ્રેક્ષાબેન વિષ્ણુભાઈને 88.33% આવતા સંચાલક કિરીટસિંહ વાઘેલાએ અભિનંદન પાઠવ્યા હતા . સાણંદની વાઘેલા હાઈસ્કૂલનું પરિણામ 53.13 ટકા આવ્યું હતું.

‎સ્કૂલ મા પ્રથમ ચૌહાણ નિધિબા‎ જગદીશસિંહ 86.86 ટકા બીજા‎ ક્રમે ચૌહાણ પૂજાના 80.50 ટકા‎ અને ત્રીજા ક્રમે વાઘેલા નેહાબા‎ રાજદીપસિંહ 79.50 ટકા આવતા‎ શાળાના આચાર્ય યુવરાજસિંહ‎ વાઘેલાએ અભિનંદન પાઠવ્યા‎ હતા.શહેરની નીલકંઠ‎ ઇન્ટરનેશનલ સ્કૂલનું પરિણામ‎ 90% આવ્યું હતું પ્રથમ વાઘેલા‎ પ્રીત 89.17, બીજા પ્રજાપતિ‎ જીલ 87.33% તૃતીય વારજા‎ પ્રિન્સ 86% આચાર્ય મનીષભાઈ‎ દેત્રોજાએ અભિનંદન પાઠવ્યા‎ હતા .સાણંદની ઇન્ડિયન પબ્લિક‎ સ્કૂલનું પરિણામ 85% આવ્યું હતું‎.

શાળામાં પ્રથમ રામ શુભમ‎ 91.72 PR , સ્નેહા ઝા 90.44‎ PR, સવિતા મિતેષ 90.10 PR‎ આવ્યા હતા સંચાલક યોગેશભાઈ‎ રાવલે અભિનંદન પાઠવ્યા હતા .‎ બાવળા સેન્ટરનું 52.75 ટકા‎ પરીણામ આવવા પામ્યું છે. જેમાં‎ બાવળા કેળવણી મંડળ સંચાલીત‎ એમ.સી.અમીન ગર્લ્સ હાઇસ્કુલનું‎ 77.78 ટકા પરીણામ આવ્યું છે.‎ જયારે બાવળાની સી.એમ.અમીન‎ સ્કુલમાંથી 68 વિર્ધાર્થીઓએ‎ પરીક્ષા આપી હતી જેમાંથી 56‎ વિર્ધાર્થીઓ પાસ થતાં શાળાનું‎ પરીણામ 82.35 ટકા આવ્યું છે.‎ દેત્રોજની શેઠ એલ વી કે વી‎ ભાવસાર વિદ્યામંદિર નો પરિણામ‎ 30.12 ટકા આવ્યું છે.

શાહ એચ‎ એમ સર્વોદય વિદ્યાલય રામપુરા‎ ભંકોડા શાળાનું પરિણામ 22.5‎ ટકા આવ્યું છે. પંચશીલ માધ્યમિક‎ શાળા કટોસણ રોડ શાળાનું‎ પરિણામ 43. 57ટકા આવ્યું છે.‎ પ્રથમ નંબર લખવારા નિધિ‎ કિર્તીભાઈ 80.16 ટકા બીજો‎ નંબર ઠાકોર તનિષાબેન છનાજી‎ 78.66 ટકા, ત્રીજા નંબરે ઠાકોર‎ સજના શક્તિ જી 78.33 પ્રકાશ‎ સાથે ઉત્તીર્ણ થયા છે. સરસ્વતી‎ વિદ્યાલય બાન્ટાઇ શાળાનું‎ પરિણામ 70.58 ટકા જાહેર થયું‎ છે. પ્રથમ નંબર ઝાલા હેતલબા‎ રંગીતસિંહ 67.50 ટકા, બીજા‎ નંબરે ઝાલા કિશનુ ભા‎ મહિપતસિંહ 67.33 ટકા, ત્રીજા‎ નંબર ઝાલા હાર્દિક રોહિતસિંહ‎ 63.33 % સાથે ઉત્તીર્ણ થયા છે.‎

ગૌતમેશ્વર વિદ્યામંદિર ગુંજાલા‎ શાળાનું પરિણામ 48.72 ટકા‎ આવ્યું છે. પ્રથમ ઝાલા ચંદ્રિકા બા‎ વિક્રમસિંહ 70,50 ટકા, બીજો‎ નંબર ઝાલા ખુમાનસિંહ‎ પ્રવિણસિંહ 66.50 ટકા, ત્રીજો‎ નંબર ઝાલા જેવરત બા‎ પરબતસિંહ 62.83 ટકા સાથે‎ ઉત્તીર્ણ થયા છે. સ્વામી વિવેકાનંદ‎ વિદ્યાલય ભોયણી શાળાનું‎ પરિણામ67.30 ટકા જાહેર થયું‎ છે. સરકારી માધ્યમિક શાળા‎ પનાર શાળાનું પરિણામ23.80‎ ટકા આવ્યું છે.

લાલા હનુમાન‎ પ્રગતિ વિદ્યાલય અશોકનગર‎ શાળાનું પરિણામ72.50 ટકા‎ આવ્યું છે. શ્રી કુમાર‎ બી.એચ.ગાર્ડી વિદ્યાલય સિહોર‎ શાળાનું પરિણામ58.82 ટકા‎ ચાલુ થયું છે. ધોરણ - 10ની‎ બોર્ડની પરીક્ષાનું ધોળકા કેન્દ્રનું‎ પરિણામ 53.19 ટકા આવ્યું છે.‎ ધોળકા કેન્દ્રમાંથી 2536‎ વિદ્યાર્થીઓએ ધો. 10ની બોર્ડની‎ પરીક્ષા આપી હતી. જેમાંથી 1349‎ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.‎

ધોળકા શહેરની એફ.એમ.સી.ટી.‎ સ્કૂલ ( ગુજરાતી મીડિયમ ) નું‎ 92.50 ટકા, એફ.એમ. સી.ટી.‎ સ્કૂલ ( ઇંગ્લિશ મીડિયમ ) નું‎ 91.42 ટકા, DSC પબ્લિક સ્કૂલ‎ નું 85.77 ટકા, મનસુરી‎ એમ.આઈ. કુપ્પીવાલા ગર્લ્સ‎ હાઇસ્કૂલ નું 76.86 ટકા, બી.પી.‎ દાવડા સરસ્વતી વિદ્યાલય નું‎ 62.72 ટકા, મોહંમદી કોન્વેન્ટ‎ હાઇસ્કૂલ નું 36.53 ટકા, શાહ‎ સી.જે. કોલસાવાળા હાઇસ્કૂલ નું‎ 18 ટકા, શ્રી સી.વી. મિસ્ત્રી‎ સરસ્વતી કન્યા વિદ્યાલય નું‎ 73.80 ટકા, જ્ઞાનદીપ વિદ્યાલય‎ નું 78.90 ટકા, સિદ્ધાર્થ વિદ્યાલય‎ નું 11.54 ટકા, સિદ્ધાર્થ ઉત્તર‎ બુનિયાદી વિદ્યાલય નું 19.04‎ ટકા, બી.પી.એમ. ગર્લ્સ‎ હાઇસ્કૂલ નું 60.19 ટકા,‎ મૌલાના અબુલ કલામ આઝાદ‎ હાઇસ્કૂલ નું 60 ટકા, ઘાંચી‎ હલીમાબીબી યુ. ઠાર ગર્લ્સ‎ હાઇસ્કૂલ નું 90 ટકા, હસનઅલી‎ હાઇસ્કૂલનું 49 ટકા પરિણામ‎.

ધો.10નું બોટાદ જિલ્લાનું 67.61 ટકા પરિણામ જાહેર કરાયું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું બોટાદ જીલ્લાનું 67.61 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જિલ્લાના જુદા જુદા કેન્દ્રો ખાતે લેવામાં આવેલી પરિણામની ટકાવારી જોઈએ તો બરવાળાનું 47.12 ટકા પરિણામ આવ્યું હતું. રાણપુર કેન્દ્રમાં 58.09 ટકા પરિણામ આવ્યું હતું. બોટાદ કેન્દ્રમાં 60.72 ટકા પરિણામ આવ્યું હતું. ગઢડા સ્વામી કેન્દ્ર ખાતે 51.68 ટકા પરિણામ આવ્યું હતું. ઢસાગામ ખાતે 66.41 ટકા પરિણામ આવ્યું હતું.

લાઠીદડ કેન્દ્રમાં 82.49 ટકા પરિણામ આવ્યું હતું. ઉગામેડી કેન્દ્ર ખાતે 345 માંથી 228 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા 66.09 ટકા પરિણામ આવ્યું હતું. તરઘરા ખાતે 831 વિદ્યાર્થીઓમાંથી 603 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા 72.56 ટકા પરિણામ આવ્યું હતું, ટાટમ કેન્દ્રમાં 467 વિદ્યાર્થીઓમાંથી 300 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા 64.24 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે સાંકરડી કેન્દ્ર ખાતે 470 વિદ્યાર્થીઓમાંથી 383 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા 81.49 ટકા પરિણામ આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...