FRCનો નિર્ણય:રાજ્યની ટેકનિકલ, પ્રોફેશનલ કોર્સીસની 636 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ફી નહિ વધારે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાને કારણે આર્થિક તંગીનો સામનો કરનાર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી FRCનો નિર્ણય

કોરોનાને પગલે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી એફઆરસીએ પ્રોફેશનલ કોર્સીસ ચલાવતી રાજ્યની 636 કોલેજની ત્રણ વર્ષ માટેની ફી નહિ વધારવાનો નિર્ણય કર્યો છે. આમાંથી 10 કોલેજોએ પહેલેથી જ 5થી 64 ટકા સુધીનો ફી ઘટાડો કરવા મંજૂરી માગી હતી, જે એફઆરસીએ મંજૂર કરી છે.

આ તમામ કોલેજોમાં 2019-20 મુજબની જૂની ફી યથાવત્ રાખવા જાહેરાત કરી છે. એફઆરસીએ રાજ્યભરની વિવિધ પ્રોફેશનલ કોર્સીસ ચલાવતી 377 કોલેજને એસોસિએશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ થકી ફી વધારો ન કરવા અપીલ કરી હતી, જેથી આ કોલેજોએ ફી વધારો ન કરવાની બાંયધરી આપી છે. 171 કોલેજે ફી વધારો માગ્યો જ ન હતો.

આ 10 કોલેજે ફી બ્લોક વર્ષ 2020-21થી 2022-23 સુધીનો ફી ઘટાડો માગ્યો હતો

કોલેજ2019-202022-23ફી ઘટાડો
અમીરાજ એન્જિ. કોલેજ76 હજાર54,40035 %
જીવરાજ મહેતા BE કોલેજ70 હજાર60 હજાર14 %
જીવરાજ મહેતા ME કોલેજ70 હજાર60 હજાર14 %
જીઆઈડીસી એન્જિ. કોલેજ68 હજાર25 હજાર63 %
આઈટીએમ એન્જિ. કોલેજ97 હજાર85 હજાર12 %
આઈટીએમ એમબીએ કોલેજ74 હજાર70 હજાર5 %
SP આર્કિટેક્ચર, વીવીનગર1.32 લાખ90 હજાર32 %
એડી પટેલ કોલેજ, કરમસદ1.40 લાખ1.11 લાખ24 %
ધરમસિંહ દેસાઈ, નડિયાદ1.40 લાખ52,50064 %
જીએચ પટેલ,વીવીનગર1.34 લાખ1,24,95011 %

વર્ષ 2019-20 પ્રમાણે પ્રોફેશનલ કોર્સીસની કોલેજોની ફી યથાવત્

પ્રોફેશનલ કોર્સવાર્ષિક ફી
ડિગ્રી ઈજનેરી40 હજારથી 2.34 લાખ
ડિગ્રી ફાર્મસી48 હજારથી 2 લાખ
આર્કિટેક્ચર50 હજારથી 3.20 લાખ
ડિપ્લોમા12 હજારથી 62 હજાર
એમબીએ25 હજારથી 4.76 લાખ
એમસીએ21,615થી 1.58 લાખ
હોટેલ મેનેજમેન્ટ52 હજારથી 88 હજાર
બી.પ્લાનિંગ60 હજારથી 1.29 લાખ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...