તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઓનલાઇન દર્શન:45 દેશના 6.31 કરોડ શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના ઓનલાઇન દર્શન સહિત પૂજા-અર્ચના કરી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમનાથ જ્યોતિર્લિંગ - ફાઇલ તસવીર
  • લૉકડાઉનમાં ઓફલાઇન દર્શન બંધ થયાં તો ઓનલાઇન દર્શનાર્થીઓની ભીડ

લૉકડાઉનમાં વિખ્યાત સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું તેથી ઑનલાઇન દર્શન કરનારાઓની સંખ્યા અનેક ગણી વધી છે. જે લોકો સોમનાથ પ્રત્યક્ષ દર્શને નથી આવી શકતા તેઓ પણ લૉકડાઉનમાં ઘેર બેઠાં પોતપોતાના મોબાઇલ પર સોમનાથ દાદાના ઓનલાઇન દર્શનનો લાભ લઇ રહ્યા છે. ગત 19 માર્ચ 2020થી સોમનાથ મંદિરમાં તમામ યાત્રિકોનો પ્રવેશ બંધ થયા પછી લાખો ભાવિકોને સોમનાથ દાદાના દર્શન માટે મોબાઇલ પર સોશિયલ મીડિયામાં થતા ઓનલાઇન દર્શનનો આશરો લેવો પડ્યો છે. આથી સ્વાભાવિકપણેજ જેમની સવાર સોમનાથ દાદાની ઓનલાઇન આરતીથી થતી હતી એવા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. લૉકડાઉનના સમયનો આ રીતે સદુપયોગ કરતા લોકોની સંખ્યા ઘણી વધી છે. દર મહિને નિયમીત સોમનાથ આવતા ભાવિકો પણ દાદાની પૂજાથી વંચિત ન રહે એ માટે સોમનાથ ટ્રસ્ટે ઓનલાઇન ઇ-પૂજા શરૂ કરાવી છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યાં છે.

અનેક લોકોએ ઇ-પૂજા કરી
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, જૂનાગઢના સાધુ-સંતો, ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા, સહિતની હસ્તીઓએ ઇ-પુજા કરી છે. તા. 19 માર્ચ 2020થી લઇને 63 દિવસમાં આખી દુનિયાના 45 દેશોમાંથી મહાદેવના 6.31 કરોડથી વધુ ભાવિકોએ ઓનલાઇન દર્શન કર્યાનું સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું છે. ઓનલાઇન દર્શન કરનારાઓમાં સૌથી વધુ સંખ્યા ટ્વિટર પર નોંધાઇ છે. જ્યારે સોથી ઓછી સંખ્યા વોટ્સએપની છે.

કયા પ્લેટફોર્મ પર કેટલા લોકોએ દર્શન કર્યાં
ફેસબુક - 33091529
હેલ્લો એપ - 16237777
ટ્વિટર - 7644943
ઇન્સ્ટાગ્રામ - 5690357
ઈમેઇલ - 481112 
વોટ્સએપ - 7140
કુલ - 6,31,52,858

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો