સ્કૂલ-કોલેજ બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઇવ:લાઇસન્સ વિના વાહન લઈને સ્કૂલે જતાં 62 સગીર પકડાયા, મંગ‌ળવારે વધુ 12 વાહન ડિટેન કરી 1.24 લાખ દંડ વસૂલાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 24 ડિસેમ્બર સુધી ડ્રાઇવ ચાલશે

સ્કૂલ-કોલેજમાં વાહન લઈ જતા સગીર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવમાં મંગળવારે 62 વિદ્યાર્થી પકડી કુલ રૂ.1.24 લાખનો દંડ વસૂલ્યો હતો.

વાડજમાં માતાપિતાની જાણ બહાર એક્ટિવા લઈને સ્કૂલે જઈ રહેલા 15 વર્ષીય કિશોરનું એએમટીએસ બસની અડફેટે મોત નિપજવાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસે અંડરએજ હન ચાલકો સામે એક અઠવાડિયાની ડ્રાઈવ શરૂ કરી હતી.

મંગળવારે સવારથી જ ટ્રાફિક પોલીસની 14 ટીમો આરટીઓના અધિકારીઓને સાથે રાખીને જુદી જુદી સ્કૂલ-કોલેજો બહાર ગોઠવાઈ ગઈ હતી, જેમાં દિવસ દરમિયાન વાહન લઈને સ્કૂલ-કોલેજમાં આવેલા 62 સગીર વાહનચાલકો પકડાયા હતા. તેમની પાસેથી પોલીસે રૂ.1.24 લાખ દંડ વસૂલ્યો હતો જ્યારે 12 વાહન ડિટેઈન કર્યા હતા. આ ડ્રાઇવ 24 ડિસેમ્બર સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...