ઠગાઈ:ક્રેડિટકાર્ડ આપવાનું કહી યુવક સાથે 6.14 લાખની છેતરપિંડી, બેંકમાંથી બોલતો હોવાનું કહી ગઠિયાએ એપ ડાઉનલોડ કરાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એપ ડાઉનલોડ કરતાં જ ખાતામાંથી 15 ટ્રાન્ઝેક્શન થઈ ગયાં

બેંકના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહીને ગઠિયાએ યુવકને ક્રેડિટકાર્ડ આપવાની વાત કરી ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી હતી. ત્યાર બાદ 15 ટ્રાન્ઝેક્શનથી યુવકના ખાતામાંથી રૂ.6.14 લાખ ઉપાડી લીધા હતા. જ્યારે પૈસા પાછા મળી જશે તેવું કહીને ગઠિયા એ ફોન કાપી દીધો હતો. યુવકનો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો.

ઓગણજમાં રહેતા સંજય વાળંદ (ઉં.30) 2 વર્ષથી ચાંગોદર ખાતેની યુનિસન ફાર્મા કંપનીમાં નોકરી કરે છે અને એચડીએફસી બેંકની લપકામણ બ્રાંચમાં સેવિંગ એકાઉન્ટ પણ ધરાવે છે. 15 ડિસેમ્બરે તેઓ ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી તેમના પર ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખાણ એચડીએફસી બેંંકના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની આપી હતી તેમ જ સંજયભાઈને બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે તેવી વાત કરી હતી. આથી સંજયભાઈએ ક્રેડિટ કાર્ડ લેવાની હા પાડતા સામે વાળાએ તેમને કહ્યું હતંુ કે, ‘હું તમને એક એપ્લિકેશન મોકલંુ છું. તે ડાઉનલોડ કરી લો એટલે તમને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ થઈ જશે.’

આટલું કહેતા સંજયભાઈએ એપ્લિકેશન ડાઉનલોડ કરતા ગઠિયાએ તેમના એકાઉન્ટમાંથી 15 ટ્રાન્ઝેક્શનથી રૂ.6.14 લાખ ઉપાડી લીધા હતા. બેંકમાંથી મેસેજ આવતા સંજયભાઈને પૈસા ઊપડી ગયા હોવાની જાણ થતા તેમણે સામેવાળાને કહ્યું હતું. આથી તેણે સંજયભાઈને કહ્યું હતંુ કે, ‘તમારા બધા જ પૈસા પાછા મળી જશે.’ આટલું કહી સામે વાળાએ ફોન કટ કરી દીધો હતો. જ્યારે સંજયભાઈનો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો. આથી શંકા જતા સંજયભાઈ એટીએમમાં ગયા હતા અને સ્ટેટમેન્ટ ચેક કરતા પૈસા ઊપડી ગયા હોવાની જાણ થતાં તેમણે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...