તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વારિયર:ઇમરજન્સીમાં નર્સિંગ કોલેજના 6 હજાર વિદ્યાર્થીઓ ‘સ્ટેન્ડબાય’ છે

અમદાવાદ10 મહિનો પહેલાલેખક: વિજય ચૌહાણ
 • કૉપી લિંક
શારદાબેન હોસ્પિટલની નર્સીસે સેલિબ્રેટ કર્યો ‘નર્સીંસ ડે’ - Divya Bhaskar
શારદાબેન હોસ્પિટલની નર્સીસે સેલિબ્રેટ કર્યો ‘નર્સીંસ ડે’
 • હાલ વિદ્યાર્થીઓ વેન્ટિલેટર અને આઈસોલેશન વિશે ઓનલાઈન તાલીમ મેળવી રહ્યા છે

ડૉક્ટરની સાથે હાલ ગુજરાતમાં આવેલી કોવિડ હૉસ્પિટલમાં નર્સીસ પણ દરરોજની 10 થી 12 કલાક ડ્યૂટી કરીને માનવ સેવાનું અનોખુ ઉદાહરણ આપી રહ્યાં છે. ગઈકાલે વર્લ્ડ નર્સિંગ ડે નિમિત્તે નર્સીસની ઓલ ઈન્ડિયા લેવલ પર ચાલતી સંસ્થા ‘સોસાયટી ઓફ મીડ વાઈઝ ઈન્ડિયા’ના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ ભારતીબેન સનાડિયાએ ગુજરાત અને અમદાવાદમાં આવેલી કુલ 8 ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના 6 હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ અને કોવિડ-19ની પરિસ્થિતિ વણસે તો આ વિદ્યાર્થીઓને પેરા મેડિકલ સ્ટાફ તરીકે મેદાનમાં ઉતારી શકાય તે માટેની તાલીમ અંગે સિટી ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.
અમદાવાદના 650 વિદ્યાર્થીઓ પણ વિપરિત પરિસ્થિતિ માટે ઓનલાઈન તાલીમ લઈ થઈ રહ્યા છે સજ્જ
ભારતીબહેને વધુમાં જણાવતા કહ્યું કે, ‘22 માર્ચે જનતા કર્ફ્યૂ બાદ દેશમાં લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું ત્યારથી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ હાલ પોતાના વતનમાંથી જ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એક્સપર્ટ સેશન દ્વારા વિદ્યાર્થીઓ કોવિડ વોર્ડ, આઈસોલેશન સિસ્ટમ અને વેન્ટિલેટર ઓપરેટિંગ સિસ્ટમ જેવી વિવિધ મેડિકલ બાબતોની તાલીમ આપવામાં આવી રહી છે. યુદ્વમાં ઉતરતા પહેલા સોલ્જરને પ્રેક્ટિસનો સારો સમય મળે તો સારી રીતે યુદ્વ મેદાને લડી શકે છે તેવી જ રીતે હવે લૉકડાઉને 46 દિવસથી વધારે સમય થતાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયા છે.
વિદ્યાર્થીઓને કોવિડ કેર વિશે શીખવાડાઇ રહ્યું છે
ભારતીબહેને કહ્યું કે, ‘હાલ જે પ્રકારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા આ પરિસ્થિતિ યર્થાવત રહે તો હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફની જરૂર પડશે. આ પરિસ્થિતિને સામે લડવા માટે અમે એક પ્લાન બનાવ્યો છે. જેમાં ગુજરાતમાં આવેલી 8 ગવર્મેન્ટ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા 6 હજારથી વધારે વિદ્યાર્થીઓની સેવા લેવાશે.
ઇમરજન્સીમાં મેદાને ઉતરશે વિદ્યાર્થીઓ
સ્ટેટ રિઝર્વ પોલીસને રાજ્યમાં વિપરિત પરિસ્થિતિ વચ્ચે કાયદા વ્યવસ્થાનું પાલન કરાવવા માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે તેવી જ રીતે અમદાવાદની ગવર્મેન્ટ નર્સિંગ કોલેજમાં વિવિધ કોર્સમાં અભ્યાસ કરતા 650થી વધારે વિદ્યાર્થીઓ હાલ કોવિડ-9 ક્રાઈસિસ સામે મેદાને ઉતરવા માટેની તૈયારી કરી લીધી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો