‘અમારા લગ્નની તારીખ 14 મે નક્કી કરાઈ હતી અને અમારે તારીખ બદલવી ન હતી. મેં અને મનીને લગ્નની ખૂબ તૈયારી કરી હતી પણ પછી વિચાર્યું કે ધામધૂમ નહિ હોય તો પણ ચાલશે પણ લગ્ન તો નક્કી થયેલી તારીખે જ કરવા છે એટલે ઓનલાઈન લગ્નનું આયોજન કર્યું.’ આ શબ્દો છે લૉકડાઉન વચ્ચે મનીન શાહ સાથે લગ્નના લોકમાં બંધાયેલા વીણા ભૂતરાના. ઇવેન્ટ કંપની ઓનર વીણાએ સિટી ભાસ્કર સાથે તેમના લગ્નની રસપ્રદ ઘટનાઓ શેર કરી હતી જેમાં ખરીદી, ફોટોશૂટ એરેન્જમેન્ટથી લઈને ઓનલાઈન મહેંદી ફંક્શન, સંગીત સંધ્યા કેવી રીતે યોજી, મામા દાહોદથી આવી શકે તેમ ન હતા તો તેમની ઓનલાઈન હાજરી વચ્ચે કેવી રીતે ભાઈ-ભાભીએ કન્યાદાન કર્યું તે પણ શેર કર્યું હતું. વાંચો વીણા ભૂતરાએ સિટી ભાસ્કરને જણાવેલી શહેરના પહેલા ઓનલાઈન લગ્નની રસપ્રદ સ્ટોરી.
ઓનલાઈન કેવી રીતે કર્યા લગ્ન
લગ્નમાં બંને પરિવારનાં 7 સભ્યો હતાં. લગ્નમાં અમે 450 જેટલા લોકોને ઇન્વાઇટ કરવાના હતા પણ ઓનલાઈન લગ્નના કારણે અમારા વિદેશમાં રેહતા સંબંધીઓ અને મિત્રો પણ અમારા વેડિંગનો ભાગ બની શક્યા. 90 જેટલા લોકો ઝૂમ પર જોડાયા અને 600 જેટલા ગેસ્ટ મારી યુટ્યુબ ચેનલ પર લાઈવ વેડિંગનો હિસ્સો બન્યા. લગ્ન બાદ અમે ટેરેસ પર ફોટો શૂટ કરાવ્યું.
લગ્નની વિધિ અને કન્યાદાન
લગ્નસમયે ફેરા ફરતી વખતે પણ અમે માસ્ક પહેરીને રાખ્યું હતું. મારે પિતા ના હોવાથી દાહોદમાં રહેતા મારા મામા મારું કન્યાદાન કરવાના હતા પણ તેમનું આવવું શક્ય ન હતું તે માટે મારા ધર્મના ભાઈ-ભાભી મિતેષ અને હેતન જૈને મને દીકરી બનાવી અને મારી કન્યાદાનની વિધિ પૂર્ણ કરી.
મહેંદીની રસમ
જાતે જ ઘરે મહેંદી પલાળી અને કોન બનાવ્યા હતા. મારા પાડોશીને મહેંદી મૂકતા આવડે છે એટલે તેમણે મને મૂકી આપી અને બાકી પરિવારના સભ્યોએ જ એકબીજાને મહેંદી મૂકીને આ રસમ પૂર્ણ કરી હતી. મહેંદી દુલ્હનના જીવનનો ખાસ પ્રસંગ છે આ મીસ કરવા નહોતી ઈચ્છતી.
ઓનલાઈન સંગીત સંધ્યાએ રીયલ સેરેમની જેવું ફીલ કરાવ્યું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.