અનોખી પહેલ:લિવર ટ્રાન્સપ્લાન્ટથી નવું જીવન મળતાં 60 વર્ષના ‘દાદા’એ 24 કલાકમાં બે લાખ લોકોને અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિલીપ દેશમુખ - Divya Bhaskar
દિલીપ દેશમુખ
  • બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારને અંગદાન માટે આગળ આવવા અપીલ

‘દાદા’ ના હુલામણા નામે ઓળખાતા 60 વર્ષીય દિલીપ દેશમુખનું લીવર ફેલ થતા 14 મહિના પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની કિડની ઈન્સ્ટિટ્યૂટમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ થયુ હતું. કેડેવર (અંગદાન) થકી તેમને લીવર મળ્યુ હતું. અંગદાનના કારણે તેમને મળેલા નવજીવનને તેમણે અંગો વગર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓ માટે સમર્પિત કર્યું છે. તેમણે અંગદાનનો પ્રચાર કરવા રાજ્ય વ્યાપી અભિયાન શરૂ કર્યું છે. 17 સપ્ટેમ્બરે 24 કલાકમાં રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં બે લાખથી વધુ લોકોને અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

દિલીપ દેશમુખ કહે છે કે, રોડ અકસ્માત અથવા ગમે તે કારણે વ્યક્તિનું બ્રેનડેડ થયું હોય ત્યારે જ દર્દીનું આયુષ્ય નક્કી થઈ જતુ હોય છે. એવી સ્થિતિમાં પરિવાર સમયસર સ્વજનના અંગોનું દાન કરવા આગળ આવે તો મારા જેવા સેંકડો ઓર્ગન ફેલ્યોર દર્દીઓને નવજીવન મળી શકે છે. એક બ્રેનડેડ વ્યક્તિ ઓછામાં ઓછા છ લોકોને જીવનદાન આપી શકે છે. સુરત નજીક રોડ અકસ્માતમાં બ્રેનડેડ 14 વર્ષીય મહર્ષ પટેલનું લીવર દિલીપભાઈને મળ્યુ હતું. એટલે જ હવે તેમણે પોતાનું શેષ જીવન અંગદાન જાગૃતિ પાછળ ખર્ચવા ભગીરથ નિર્ણય કર્યો છે.

દિલીપભાઈ દેશમુખ અંગદાનનો પ્રચાર કરવા રાજ્યના વિવિધ જિલ્લામાં પ્રવાસ કરી રહ્યાં છે. દિલીપભાઈએ મારી લીવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા ‘થર્ડ ઈનિંગ’ પુસ્તક પણ લખ્યું છે. તે માને છે કે, અંગદાનથી અમર થઈ શકાય છે.

22 હજાર લોકોએ ઓનલાઈન પ્રતિજ્ઞા લીધી

વિસ્તારપ્રતિજ્ઞા
બનાસકાંઠા4,087
પાટણ3,272
અરવલ્લી1,359
સાબરકાંઠા3,376
મહેસાણા15,691
અમદાવાદ26,184
વિસ્તારપ્રતિજ્ઞા
ગાંધીનગર36,987
સુરેન્દ્રનગર13,523
અમદાવાદ ગ્રામ્ય4,346
વડોદરા21,533
સુરત24,776
વલસાડ11,521
વિસ્તારપ્રતિજ્ઞા
નવસારી14,631
કચ્છ5,637
પોરબંદર3,248
રાજકોટ3,529
જૂનાગઢ3,072
ઓનલાઈન22,000

આ સંસ્થાઓ પણ અંગદાન અભિયાનમાં જોડાઈ
ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી, સાકળચંદ યુનિવર્સિટી, આઈઆઈપીએચ, બનાસ ડેરી, મહેસાણા ડેરી, કિડની ઈન્સ્ટિટ્યૂટ, સોલા સિિવલ, શહેર પોલીસ, પોલીસ તાલીમ શાળા, વડોદરા, ઈન્ડિયન મેડિકલ, નર્સિંગ એન્ડ ફિઝિયોથેરાપી એસોસિએશને પ્રતિજ્ઞા લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...