ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર:207 જળાશયોમાં 60% જળસંગ્રહ, 35 ડેમ 100%; સરદાર સરોવર ડેમ કુલ ક્ષમતાના 63% ભરાઈ ગયો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર હિંમતનગરના રાજેન્દ્રનગર નજીકના 10 કિમીના સર્પાકાર માર્ગની છે. સારા વરસાદને પગલે અહીં વનરાજી ખીલી ઊઠી છે. - Divya Bhaskar
આ તસવીર હિંમતનગરના રાજેન્દ્રનગર નજીકના 10 કિમીના સર્પાકાર માર્ગની છે. સારા વરસાદને પગલે અહીં વનરાજી ખીલી ઊઠી છે.
  • { સરદાર સરોવર ડેમમાં કુલ જળસંગ્રહ 2.11 લાખ mcft
  • { રાજ્યના 206 ડેમમાં કુલ જળસંગ્રહ 3.24 લાખ mcft

રાજ્યભરમાં સારા વરસાદને પરિણામે જળાશયોની સપાટીમાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર રાજ્યના 207 મોટા ડેમ કુલ ક્ષમતાના 60 ટકા ભરાઈ ગયા છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 2.11 લાખ મિલિયન ક્યુબીક ફીટ (mcft) પાણી છે. જે કુલ ક્ષમતાના 63.32 ટકા છે. રાજ્યના અન્ય 206 ડેમમાં કુલ 3.21 લાખ મિલિનય ક્યુબીક ફીટ પાણી છે. જે કુલ ક્ષમતાના 58.13 ટકા છે.

રાજ્યના જળ સંપત્તિ વિભાગના જણાવ્યા પ્રમાણે 206 ડેમમાંથી 35 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. જ્યારે 71 ડેમ 70-100 ટકાની સપાટી વચ્ચે છે. 33 ડેમ 50-70 ટકાની સપાટી પર છે.જ્યારે 41 ડેમ 25થી 50 ટકાની સપાટી વચ્ચે છે. રાજ્યના 56 ડેમમાં હજુ 25 ટકા કરતા પણ ઓછો જળસંગ્રહ છે.

રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કુલ વાર્ષિક સરેરાશ 850 મીમી વરસાદની તુલનામાં અત્યારક સુધીમાં 561 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જે અંદાજે 66 ટકા છે. રાજ્યના કુલ 251 તાલુકામાંથી 28 તાલુકામાં 1000 મીમી કરતા પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જયારે 74 તાલુકામાં 500થી 1000 મીમી વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસાદ

વિસ્તારવરસાદ
કચ્છ116%
દ. ગુજરાત80.47%
સૌરાષ્ટ્ર60.69%
પૂર્વ ગુજરાત56.34%
ઉ.ગુજરાત46.82%
કુલ66%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...