તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાઓ સેવા માટે સજ્જ:અમદાવાદ સિવિલમાં 60 તાલિમાર્થી તબીબો ફ્રન્ટલાઈન વોરિયર્સ બનીને મહામારી સામે લડી રહ્યાં છે

અમદાવાદએક મહિનો પહેલા
યુવાઓએ અત્યારથી જ મહામારી સામે લડાઈ લડીને ફ્રન્ટલાઈન વોરિયર્સ બનવાનું નક્કી કર્યું
  • એક ઇન્ટર્ન તબીબ ડૉ. રાહુલ દિવ્યાંગ હોવા છતાં કોવિડ વોર્ડમાં જુસ્સાભેર કામગીરી કરી રહ્યા છે

ગુજરાતમાં કોરોનાની તીવ્ર બીજી લહેરનો લોકો સામનો કરી રહ્યાં છે. રાજ્યનું આરોગ્ય તંત્ર પણ મહામારી સામે રાત દિવસ દર્દીઓની સારવારમાં લાગી ગયું છે. આવા કપરા સમયમાં અમદાવાદ સિવિલમાં નવા આવેલા 60 યુવા તબીબોએ દર્દીઓની સેવા અને કાળજીનો રંગ રાખ્યો છે. આ યુવા તબીબોના જુસ્સા સાથેની કામગીરીને આવકારવામાં આવી છે. સામાન્ય રીતે નવા તાલીમાર્થી તબીબોએ ઈન્ટર્નશીપ દરમિયાન અલગ અલગ વિભાગોમાં તાલીમ મેળવવાની હોય છે. પરંતુ હાલ કોરોનાના કારણે તેઓ સીધા જ કોવિડ સંલગ્ન કામગીરીમાં જોડાઇ ગયા છે.

અમારાથી કોઈપણ રીતે પીછેહઠ કરાય નહીં
આ યુવાઓમાં એક ઇન્ટર્ન તબીબ ડૉ. રાહુલ દિવ્યાંગ હોવા છતાં કોવિડ વોર્ડમાં જુસ્સાભેર કામગીરી કરી રહ્યા છે. કોવીડ ગાઈડલાઈન પ્રમાણે દિવ્યાંગ તબીબને કોવીડ વોર્ડમાં ફરજ અદા કરવી ફરજિયાત નથી છતાં તેઓ સ્વૈચ્છાએ દર્દીની સેવામાં લાગી ગયા છે. ડૉ. રાહુલ જણાવે છે કે, આ તાલીમ અમને આજીવન કામ લાગશે. કોવિડના સમયમાં જ્યારે આરોગ્ય કર્મીઓની ભૂમિકા અતિ મહત્વની બની છે ત્યારે અમારાથી કોઈપણ રીતે પીછેહઠ કરાય નહીં.

યુવા ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોના સામે લડી રહ્યાં છે
યુવા ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોના સામે લડી રહ્યાં છે

ફ્રન્ટલાઈન વોરિયર્સ બની લડવાની તક મળી
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદી જણાવે છે કે, તાલીમાર્થી તબીબો 10 એપ્રિલે સેવામાં જોડાયા બાદ તેઓને કોવિડ પ્રોટોકોલ અને કાર્ય રીતિનીતિથી અવગત કરવામાં આવ્યા હતા. સૈનિકને સૈન્યમાં ભરતી થતાની સાથે જ દેશની રક્ષા કાજે રણભૂમિમાં ઉતરવાનું સૌભાગ્ય મળે તેવી જ રીતે તાલીમાર્થી તબીબોને સિવિલ હોસ્પિટલમાં આવ્યાની સાથે જ કોરોના મહામારી સામે ફ્રન્ટલાઈન વોરિયર્સ બની લડવાની તક મળી છે.

ડો. રાહુલની ચારેકોરથી પ્રશંસા થઈ રહી છે
ડો. રાહુલની ચારેકોરથી પ્રશંસા થઈ રહી છે

તબીબ અને અધ્યાપકોની અપેક્ષા પર ખરા ઉતર્યા
આ અંગે એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, ઇન્ટર્ન તબીબોને ઓરીયન્ટેશન, મોટીવેશન અને પ્રેઝન્ટેશનની તર્જ પર તાલીમ અપાઈ રહી છે. કોરોનાનો દર્દી દાખલ થાય ત્યારથી લઇ સ્વસ્થ બની ઘરે પાછો જાય ત્યાં સુધીની આવશ્યક કામગીરીની તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત તબીબ પોતે સંક્રમિત ન બને તે માટેની જરૂરી તકેદારીઓ પણ જણાવવામાં આવે છે. તેઓ વધુમાં કહે છે કે, નવા આવેલા તાલીમાર્થી તબીબો આઠ કલાકની શિફ્ટ દરમિયાન શીખવા અને સેવા કરવાના વલણ સાથે કામગીરી કરી રહ્યા છે. સાથે જ આ કપરા કાળમાં તાલીમાર્થી તબીબો વરિષ્ઠ તબીબ અને અધ્યાપકોની અપેક્ષા પર ખરા ઉતર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો