તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમવારથી કોલેજોમાં પ્રથમ વર્ષમાં શિક્ષણકાર્યનો પ્રારંભ થયો હતો. ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં આશરે 60 ટકાથી વધુ જ્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)માંં આશરે 70 ટકા કરતા વધારે હાજરી જોવા મળી હતી. ઘણાં લાંબા સમય પછીથી કોલેજોમાં પ્રથમ વર્ષમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થવાથી વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહિત જણાતા હતા. કોલેજોમાં થર્મલ સ્કેનરની ચકાસણી, સેનિટાઈઝેશન, માસ્કની વહેંચણી વિદ્યાર્થીઓને કરવામાં આવી હતી. મોટાભાગની કોલેજોમાં સોશિયલ ડિસન્ટસન્સ સહિતના પગલાઓ પણ લેવામાં આવ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી સાયન્સ, કોમર્સ,આર્ટસ સહિતની વિદ્યાશાખાની શહેરની અગ્રણી કોલેજોમાં પ્રથમ વર્ષના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. મોટાભાગની કોલેજોમાં મુખ્ય દરવાજા પાસે વિદ્યાર્થીઓને કતાર બંધ પ્રવેશ અપાયો હતો.
ગુજરાત રાજય કોલેજ આચાર્ય મંડળના સેક્રેટરી જનરલ ડો. સ્ટાર પાયલ ઐયરે કહ્યું હતુ કે,‘ ગુજરાત યુનિવર્સિટીની શહેરની કોલેજોમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની આશરે 60 ટકા કરતા વધારે હાજરી જોવા મળી હતી.’
સેલ્ફ ફાઈનાન્સ કોલેજીસ એસોસિએસનના અગ્રણી ડો. જનક ખાંડવાલાએ કહ્યું હતુ કે,‘ પ્રથમ દિવસે જીટીયુની ઘણી કોલેજોમાં પરીક્ષા હોવા છતાં વિદ્યાર્થીઓની હાજરી 70 ટકાથી વધુ હતી.’
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.