તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવલોકન:60 ટકા વિદ્યાર્થીઓ હિન્દુ કેલેન્ડરથી અજાણ, સંત કબીર સ્કૂલમાં યોજાયેલી ‘માયથોલોજિકલ ક્વિઝ’માંથી તારણ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રામાયણમાં માંડવીના પતિનું નામ શું હતું તો મોટાભાગના વિદ્યાર્થીઓ જવાબ આપે છે કે ભરત હતું. પણ ફાગણ માસની પૂનમે ક્યો તહેવાર ઉજવાય છે તેવો સવાલ કરવામાં આવ્યો તો હોળી જવાબ આપવાને બદલે 60 ટકા વિદ્યાર્થીઓએ માથું ખંજવાળ્યું. સંત કબીર સ્કૂલના ઉપક્રમે છેલ્લા આઠ વર્ષથી યોજાતી માયથોલોજિક ક્વિઝનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદગમ, મહારાજા અગ્રસેન, ન્યૂ એરા (વડોદરા), ઝેબર સ્કૂલ અને રચના સ્કૂલના ધોરણ 6થી 9ના 70 કરતા વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વખતે ઓનલાઈન પ્લેટફોર્મ પર યોજાયેલી આ ક્વિઝના અંતમાં મહારાજા અગ્રસેનનો વિદ્યાર્થી મોહિત અગ્રવાલ વિજેતા જાહેર થયો હતો જ્યારે ન્યૂ એરાનો મન ત્રિપાઠી અને ઉદગમનો દીર્ઘ પટેલ ફર્સ્ટ રનરઅપ જાહેર થયા હતા.

રામાયણ-મહાભારતના જ્ઞાનમાં નિપૂણ સાબિત થયા
માયથોલોજિકલ ક્વિઝ આજના વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિ, ગ્રંથો અને પૌરાણિક વાર્તાઓનો પરિચય કરાવે છે. આ વખતે ઓનલાઈન યોજાયેલી આ ક્વિઝમાં 60 ટકા વિદ્યાર્થીઓમાં નક્ષત્રો તેમજ હિન્દુ કેલેન્ડર પ્રમાણે આવતા તહેવારોની માહિતીનો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પાત્રોની માહિતીમાં નિપૂણ સાબિત થયાં. - પ્રીતિ ભટ્ટ, ક્વિઝ માસ્ટર

ક્વિઝમાં આ સવાલો પૂછાયા

 • સમુદ્રને પી જનારા ઋષિ ક્યાં હતાં? જવાબ:અગત્સ્ય
 • રામાયણમાં માંડવીના પતિનું નામ જણાવો. જવાબ:ભરત
 • ફાગણની પૂનમે ક્યો તહેવાર ઉજવાય છે? જવાબ:હોળી
 • નક્ષત્રમાં સૌથી મંગળકારી ક્યું છે? જ:પુષ્ય
 • પ્લાસ્ટિક સર્જરીના જનેતા કોણ છે? જવાબ:સુશ્રુત
 • સૌથી મોટું પુરાણ ક્યું છે? જવાબ:સ્કંધ પુરાણ
 • 16 સંસ્કારોમાં ચૌલકર્મ સંસ્કારમાં શું કરાવાય છે? જવાબ:મુંડન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો