તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 60 Percent Of Covid Hospitals In Ahmedabad Are Full, Rumors Of Lockdown Are Misleading, 500 Patients In The City Have Come From Other States

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:અમદાવાદમાં 60 ટકા કોવિડ હોસ્પિટલો ફૂલ, લોકડાઉનની વાતો ભ્રામક, શહેરમા 500 દર્દીઓ તો બીજા રાજ્યમાંથી આવ્યાં છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની કોવિડ હોસ્પિટલોમાં હજુ લગભગ 40 ટકા જેટલા બેડ ઉપલબ્ધ છે: ડો. રાજીવકુમાર ગુપ્તા
  • સરકારી હોસ્પિટલોમાં 2347 અને ખાનગી હોસ્પિટલોમાં 510 બેડ ખાલી છે

શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ફરી વધી રહ્યું છે. તહેવારની શરૂઆતથી દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં હોસ્પિટલમાં બેડ નથી તેમજ કેસ વધતા હોવાથી ફરી લોકડાઉન થઈ શકે છે એવા અનેક મેસેજો ફરી રહ્યા છે. આ વિષય પર એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું કે, આ પ્રકારની તમામ વાતો ખોટીને કોવિડ હોસ્પિટલોમાં હજુ લગભગ 40 ટકા જેટલા બેડ ઉપલબ્ધ છે. સાથે જ શહેરમાં ફરી લોકડાઉન કરવાની વાતો ખોટી છે. આજે કોરોનાની સારવાર તેમજ સુવિધાને લઈને સારબરમતી રિવરફ્રન્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

તહેવારોમાં લોકોની અવર-જવર વધતા સંક્રમણનું પ્રમાણ વધ્યું
કોરોના સારવારને લઈને આજે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમા શહેરની કોવિડ હોસ્પિટલોના બેડ તેમજ અન્ય સુવિધાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર સહિત અલગ-અલગ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરો હાજર રહ્યા હતા. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર, તાજેતરમાં જ તહેવારોના દિવસોમાં શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ખુબજ વધુ છે. બજારોમાં લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા જોવા મળ્યા છે. તેમજ અન્ય કોઇ ગામ જનાર અને અન્ય કોઇ જગ્યાએથી અમદાવાદ આવનાર સગા-સંબંધિયોના કારણે સંક્રમણનું પ્રમાણ વધ્યું છે.

શહેરમાં કોવિડના કુલ 7279 બેડમાંથી હાલમાં 2848 બેડ ખાલી
હાલમાં શહેરમાં 7 સરકારી હોસ્પિટલો તેમજ 76 કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે કુલ 7279 બેડ ઉપલબ્ધ છે, તે પૈકી હાલમાં 2848 બેડ ખાલી છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં 2347 અને ખાનગી હોસ્પિટલોમાં 510 બેડ ખાલી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી તેમજ પડોશી રાજ્યો જેવા કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાંથી 500 કરતા વધુ કોરોના દર્દીઓ શહેરમાં સારવાર લઈ રહ્યા છે.

કોરોનાની સારવાર માટે શહેરમાં 900 મોબાઈલ મેડિકલ વાન સહિતની સુવિધા
એસવીપી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, અસારવા, સોલા સિવિલ, સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલા અન્ય સરકારી હોસ્પિટલો તેમજ 76 જેટલી ખાનગી હોસ્પિટલોમાં યોગ્ય બેડ ઉપલબ્ધ છે. સાથે જ કોરોનાની સારવાર માટે 900 મોબાઈલ મેડીકલ વાન હાલમાં કાર્યરત છે. જે પૈકી 550 કોરોના સંજીવની ઘર સેવા, 150 ધનવંતરી મોબાઈલ મેડિકલ વાન, 100 જેટલી 104 નંબરની વાન શહેરમાં કાર્યરત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો