ભરતી:એસટીમાં કંડક્ટરની ભરતી માટે ફોર્મ ભરનારામાંથી 60% માસ્ટર ડિગ્રી ધરાવે છે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ હજારથી વધુ જગ્યા ભરવાની છે
  • અરજી કરનારાએ કહ્યું, ઉચ્ચ ડિગ્રી છતાં ત્રીજા વર્ગની નોકરી સ્વીકારવી પડે છે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેર કરાયેલી કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભરનારા 60 ટકા ઉમેદવારો માસ્ટર ડિગ્રી ધરાવતા હતા. એસ.ટી દ્વારા વર્ષ 2021માં ડ્રાઇવરની 2389 અને 1900 જેટલી કંડક્ટરની જગ્યાઓ પર ભરતી જાહેર કરાઇ હતી. જે પૈકીની 1500 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી પુરી કરાઇ હતી, પરંતુ લિગલ પ્રક્રિયાને કારણે બાકીની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાલ સ્થગિત છે. ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ વર્ગ 3ની ઓછા ગ્રેડની સરકારી પરીક્ષાઓ આપીને નોકરીઓ સ્વીકારી રહ્યા છે.

ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે ઉચ્ચ ડિગ્રી મેળવ્યા બાદ પણ ઉચ્ચ ગ્રેડની સરકારી નોકરી મે‌ળવવામાં મુશ્કેલીઓ આવે છે. તેથી વર્ગ 3 અને ઓછા પગારની નોકરી પણ સ્વીકારી લે છે. ઉમેદવારોનું પ્લાનિંગ હોય છે કે એક વાર સરકારી નોકરી શરૂ કર્યા બાદ નોકરીની સાથે ક્લાસ 1-2ની પરીક્ષાની તૈયારી પણ કરતા રહીશું.

જીએસઆરટીસીના સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભરતી માટેનું બેઝીક ક્વોલિફિકેશન ધો.10 રાખવામાં આવ્યું હતું. ધો.10 પાસ કરનારને 40 ટકા ગુણ ભાર, ધો.12 પાસ કરનારાને 20 ગુણ અને ગ્રેજ્યુએટ હોય તો તેઓને 10 ગુણ મળે છે. બોર્ડ એક જગ્યા સામે 5 ઉમેદવારોની લેખીત પરીક્ષા લે છે. સ્વાભાવીક છે કે ભરતીમાં 60 ટકા કરતા વધુ ઉમેવારો માસ્ટર ડીગ્રી ધરાવતા હોવાથી તેઓનું મેરિટ વધારે બને છે, અને લેખીતમાં પાસ થવાથી કંડક્ટરમાં તેઓને જ પ્રાથમિકતા મળે છે.

અન્ય સમાચારો પણ છે...