ઇન્ટરનેશનલ મેન્સ ડે:પુરૂષોની મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન અને એંગ્ઝાઇટીના કેસમાં 60%નો વધારો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ મેન્સ ડે નિમિત્તે શહેરમાં ‘કોમન મેન’ને સિટી ભાસ્કરે ‘મેન હોવું એટલે શું?’ આ સવાલ પૂછ્યો ત્યારે લગભગ 25 ટકા પુરૂષો મેન્સ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે એ વાતથી અજાણ જોવા મળ્યા.

તો આ સવાલના જવાબમાં કેટલાક પુરૂષોએ સારા કોન્ટેન્ટને વ્યુઝ અને લાઇ્કસ ના મળે ત્યારે, રોડ પર એક્સિડન્ટ સમયે મદદ પહેલા ગાળ સાંભળવા મળે ત્યારે અને રોડ પર લિફ્ટ ના મળે ત્યારે પુરૂષ હોવાનું દુ:ખ વ્યકત કર્યુ હતુ. આવા ફની જવાબોની સાથે હસતા મુખે કોઇ પણ નિયમ ના હોવા છતાં જીવનભર આર્થિક અને સામાજિક જવાબદારીઓને નિભાવવાને બોજરૂપ હોવાની વાત પણ કરી હતી.

પુરૂષોમાં મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન અને એંગ્ઝાઇટી એટેકના કેસમાં છેલ્લા એક વર્ષમાં 60 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે જેનું મુખ્ય કારણ પુરૂષો એક્સપ્રેસિવ ના હોવાની વાત સાયકોલોજિસ્ટ જણાવી રહ્યા છે ત્યારે સિટી ભાસ્કરે ‘કહ કર તો દેખો, અચ્છા લગેગા’ અંતર્ગત પુરૂષોના દિલની વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાઓની સરખામણીએ પુરુષોમાં પેનિક એટેકનું પ્રમાણ વધ્યું છે
સિનિયર સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભિમાણીએ જણાવ્યું હતું કે, કોરોના બાદ પુરૂષોમાં નોકરી, બિઝનેસ, રિલેશનશિપ અને સામાજિક જવાબદારીઓને કારણે સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા કેટલાય સમયથી મહિલાઓની સરખામણીએ પુરૂષોમાં પેનિક એટેક્સ, એંગ્ઝાઇટી એટેકનું પ્રમાણ વધ્યું છે. પુરૂષોની મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન અને એંગ્ઝાઇટી એટેકના કેસમાં છેલ્લા એક વર્ષમાં 60 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...