અમદાવાદ મ્યુનિ. ટેક્સ વિભાગમાં નામ બદલવા તથા ભાડુઆતનું નામ રદ કરવા સહિતની 6 હજારથી વધુ અરજીઓ અત્યારના તબક્કે પડતર છે તો તેનો સત્વરે નિકાલ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત થઇ છે. મ્યુનિ.ને ટેક્સ વિભાગમાં પ્રતિદિન એવરેજ 200 જેટલી અરજીઓ મળતી હોય છે. જોકે યોગ્ય સમયમાં અનેક અરજીઓનો નિકાલ થતો નથી. હાલ ટેક્સ વિભાગમાં 6 હજાર કરતાં વધારે અરજીઓ સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પણ પેન્ડિંગ છે. ત્યારે આ માટે એક લોકદરબારનું આયોજન કરીને આ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવે તેવી માગ સ્ટેન્ડિંગ કમિટિમાં ઉઠી છે.
7 ઝોનમાં કોર્પોરેશનના માલિકીના કેટલા પ્લોટ છે અને પ્લોટ હાલ શું સ્થિતિમાં છે? તેના પર ગેરકાયદેસર બાંધકામ છે કે કેમ? તેનો અહેવાલ તૈયાર કરવા માટે પણ સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. તે સાથે શહેરમાં હાલ જે હોર્ડિંગ હયાત છે તે હોર્ડીંગમાં કેટલા હોર્ડીંગને મંજુરી આપેલી છે તેની વિગતો પણ માગી છે.
રહેણાક વિસ્તારમાં LPG ગોડાઉનની તપાસ કરાશે
શહેરમાં અનેક રહેણાક વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરની બોટલોના ગોડાઉન ઉભા થયેલા છે, ત્યારે ત્યાં ફાયરના યોગ્ય ધારાધોરણ જળવાય છે કે કેમ?તેની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છેે કે, આ પ્રકારના ગોડાઉનમાં ગેસ લીકેજને કારણે કોઇ સમયે મોટી દુર્ધટના બને તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.