સાયન્સ સિટીમાં પેંગ્વિનનું આગમન:6 પેંગ્વિન હાલ 15 દિવસ માટે ક્વોરેન્ટીન, દક્ષિણ આફ્રિકાથી ખાસ કન્ટેનરમાં ગુજરાત લવાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દિવાળી સુધીમાં પ્રવાસીઓ જોઈ શકે એવી શક્યતા

અમદાવાદમાં સાયન્સ સિટીમાં શરૂ થયેલી એક્વાટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીએ લોકો માટે જુદા પ્રકારનું આકર્ષણ ઉભું કર્યું છે. ત્યારે સાયન્સ સિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાયન્સ સિટી માટે 6 પેંગ્વિન લાવવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા 6 પેંગ્વિનને હાલ 15 દિવસ માટે ક્વૉરન્ટીન રાખવામાં આવ્યા છે.

દિવાળી સુધીમાં સાયન્સ સિટીના મુલાકાતીઓ પેંગ્વિન નિહાળી શકે એવી શક્યતા છે. સાયન્સ સિટીનાા એક અધિકારીએ ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પેંગ્વિનને ખાસ પ્રકારના કન્ટેઇનરમાં સાઉથ આફ્રિકાથી બાય રોડ પેંગ્વિન અમદાવાદ લાવવામાં આવ્યા હતા. પેંગ્વિનને આફ્રિકાથી અમદાવાદ લાવવા માટેની પ્રક્રિયાો એક મહિના કરતા વધુ સમય અભ્યાસ કરવામાં આવ્યો હતો તથા તમામ પાસાઓ ચકાસવામાં આવ્યા હતા. પેંગ્વિનને નવી પાંખો આવ્યા બાદ તેમને કન્ટેનરમાં લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

પેંગ્વિને સાચવવા 80 તાલિમબદ્ધ મરિન સ્ટાફ
પેંગ્વિનનો આહાર તેમના પ્રદેશ બદલાતા જુદો જુદો જોવા મળતો હોય છે પણ તેમનાં પ્રાથમિક આહારમાં નાની પેલેજિક માછલીઓ જેવી કે પિલચાર્ડ્સ, એન્કોવીઝ, હોર્સ મેકરેલ અને હેરિંગનો સમાવેશ થાય છે. આ પેંગ્વિન્સને પૂરતા પ્રમાણમાં સાચવવા માટે સ્વિટઝરલેન્ડની કંપનીનાં ટ્રેઈન્ડ 80 મરિન સ્ટાફને એપોઈન્ટ કરવામાં આવ્યા છે.

પેંગ્વિન માટે 1થી માઇનસ 7 ડિગ્રી ટેમ્પરેચર ધરાવતું શેલ્ટર તૈયાર
પેંગ્વિન માટે સાયન્સ સિટીમાં ખાસ શેલ્ટર તૈયાર કરાયું છે, જ્યાં તેની ઈકો સિસ્ટમ પ્રમાણેનું વાતાવરણ મળી રહે તેવું સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. પેંગ્વિનને 1થી માઇનસ 7 ડિગ્રી ટેમ્પરેચરની જરૂર પડે છે.

અન્ય સમાચારો પણ છે...