ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. અમદાવાદ શહેર જિલ્લાની 21 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરે અને મતગણતરી 8 ડિસેમ્બરે યોજાનાર છે. ભાજપને સમર્પિત ગણાતી શહેર-જિલ્લાની 21 બેઠકો પૈકી 6 બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી સુરત જિલ્લાનો રાજકીય ઇતિહાસ...
દરિયાપુરમાં ભાજપ અને કોંગ્રેસની કાંટેકી ટક્કર
અમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. 1990થી 2007 સુધી અહીં ભાજપનું સતત કમળ ખીલ્યું છે. સતત પાંચ ટર્મ સુધી ભાજપના ભરત બારોટ અહીંથી જીતતા રહ્યા છે. જોકે સીમાંકન બાદ અહીંનાં સમીકરણો બદલાયાં અને વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની હાર થઈ અને કોંગ્રેસ ફરીથી આ બેઠક અંકે કરી. જેનો કોંગ્રેસે હજુ સુધી કબજો જાળવી રાખ્યો છે.
59.93 લાખ મતદારો મતદાન કરશે
અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર બીજા તબક્કામાં મતદાન થશે. આ બેઠકો માટે 5599 મતદાન મથકો પરથી 59.93 લાખ મતદારો મતદાન કરશે. ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતા અને ખર્ચ નિયંત્રણ માટે 351 ટીમની રચના કરી છે. આ વખતે અમદાવાદમાં 93 હજાર યુવા મતદારો મતદાન કરશે. ચૂંટણીમાં 27 હજાર પોલીંગ સ્ટાફ અને 27 હજાર પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.
શહેરી વિસ્તારની 16 અને ગ્રામ્ય વિસ્તારની 5 બેઠકો
અમદાવાદની કુલ 21 વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદની કુલ 21 બેઠકો પૈકી શહેરી વિસ્તારની 16 અને ગ્રામ્ય વિસ્તારની 5 બેઠકો છે. 21 પૈકી 19 બેઠકો સામાન્ય છે અને 2 બેઠકો દાણીલીમડા અને અસારવા અનુસુચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.