તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાકાળમાં ચૂંટણી:અમદાવાદ સહિત 6 મહાપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવા તૈયારી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે ચૂંટણી ત્રણ મહિના મોકૂફ રાખવામાં આવી હતી
  • 55 પાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ શકે છે

રાજ્યમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકાની ચૂંટણી કોરોના સંક્રમણને પગલે ત્રણ મહિના સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવાયા બાદ હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાની હાલની ચૂંટાયેલી પાંખની મુદ્દત 13 ડિસેમ્બરે પૂરી થાય છે. જેથી તેમાં વહીવટદારોની નિમણૂક માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે. કોરોનાની રસી ટૂંકમાં આવે તેવી શક્યતા વચ્ચે ચૂંટણી પંચે ફેબ્રુઆરીમાં કોવિડ પ્રોટોકોલ સાથે ચૂંટણીઓ યોજવાનું આયોજન કર્યું છે. આયોગે તમામ જિલ્લાના ચૂંટણી અધિકારી-કલેક્ટરો અને 6 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરોને પત્ર લખીને કોવિડ પ્રોટોકોલ મુજબ ચૂંટણી યોજવા જે વસ્તુઓની જરૂર પડશે તે ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. તમામ ચૂંટણી મથકો માટે થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્ઝ, સેનિટાઇઝર, લિક્વિડ શોપ, પીપીઇ કિટ જેવી વસ્તુઓ પૂરી પડાશે. અમદાવાદ મહાનગરપાલિકાની મુદત 15 ડિસેમ્બરે પૂરી થાય છે. ચૂંટણી ન થાય તો વહીવટદારની નિમણૂક કરવી કે હાલની ચૂંટાયેલી પાંખની મુદત લંબાવવી જેવા મુદ્દા પર વિચારણા છે પણ વહીવટદારની નિમણૂકની શક્યતા વધારે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો