તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:​​​​ભાણીને તેડી ઉભેલા મામાને લાકડીનો ફટકો વાગતા 6 માસની માસૂમ નીચે પટકાઈ, ઝઘડામાં વ્યસ્ત શખ્સો જમીન પર પડેલી બાળકીને ભૂલ્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • મારામારીની ઘટનામાં 6 માસની બાળકી નીચે પટકાઈ, સમગ્ર મામલો સીસીટીવીમા કેદ
  • અંગત અદાવતમાં મારામારી બાદ મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો

રામોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ બાળકી સાથે ઉભેલા વ્યક્તિ પર પાછળથી આવેલા વ્યક્તિએ દડાં વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 6 મહિનાની માસૂમ બાળકી નીચે પટકાઈ હતી, તેમ છતાં હુમલો કરનાર વ્યક્તિ અન્ય વ્યક્તિ પર હુમલો કરતો જ રહ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ આ બનાવ અંગે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સોસાયટીના મેન્ટેનન્સના પૈસા બાબતે ઝઘડો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરના વસ્ત્રાલમાં આવેલ વૃંદાવન સ્કાય લાઈનમાં રહેતા 29 વર્ષીય ક્રિષ્નનંદન પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ વટવા જીઆઈડીસી ફેઝ-4માં આવેલા શ્રી હરિ દર્શન એસ્ટેટમાં શેડ નંબર 26 ફાસ્ટ ટ્રેક ઇન્ડસ્ટ્રી નામનું કારખાનું ધરાવી વેપાર ધંધો કરે છે. પંદર દિવસ પહેલાં તેમની સોસાયટીમાં સોસાયટીના મેન્ટેનન્સના પૈસા બાબતે મિટિંગ રાખી હતી. આ મિટિંગમાં તેઓ ગયા હતા. તે વખતે તેઓએ તથા સોસાયટીના માણસોએ ખજાનચી જી.એસ રાઠોડ પાસે સોસાયટીના મેન્ટેનન્સના પૈસા બાબતે માહિતી માનગતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી સોસાયટીના માણસોએ આ સમયે ક્રિષ્નનંદનને સર્વ સંમતિથી સોસાયટીના ચેરમેન બનાવ્યા હતા.

છ માસની ભાણી નિયતિને લઈને તેમના બ્લોક પાસે રમાડતા હતા
છ માસની ભાણી નિયતિને લઈને તેમના બ્લોક પાસે રમાડતા હતા

તું જે કરી રહ્યો છે તે યોગ્ય નથી કહીં હુમલો કર્યો
જે વાતને જી.એસ રાઠોડ ને ગમી ન હોતી. ગત 20મી માર્ચના રોજ સાંજે આ જી.એસ રાઠોડે ક્રિષ્નનંદન ને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તું જે કરી રહ્યો છે તે યોગ્ય નથી. ત્રણેક દિવસ પહેલા ક્રિષ્નનંદનએ સોસાયટીના બોર્ડ ઉપર જે વ્યક્તિના મેન્ટેનન્સના પૈસા બાકી છે તે ભરી દેવા બાબતે પણ લખાણ મુક્યું હતું. ત્યારે ગત 24મીએ સવારે ક્રિષ્નનંદન તેમની છ માસની ભાણી નિયતિને લઈને તેમના બ્લોક પાસે રમાડતા હતા અને એક વ્યક્તિ સાથે તેઓ વાત કરી રહ્યા હતા.

મારી નાખવાની ધમકી આપી લાકડીના ફટકા માર્યા હતા
મારી નાખવાની ધમકી આપી લાકડીના ફટકા માર્યા હતા

ત્યારે આ જી.એસ રાઠોડ પાછળથી આવ્યો હતો અને લાકડીથી ક્રિષ્નનંદનને ફટકો માર્યો હતો. જેથી તેમના હાથમાંથી તેમની ભાણીની નિયતિ નીચે જમીન પર પટકાઈ હતી. ક્રિષ્નનંદન જે વ્યક્તિ સાથે ઉભા હતા તેઓ પણ આ બંનેને છોડાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે જી એસ રાઠોડે કહ્યું હતું કે, તું કેમ ચેરમેન બન્યો છે તેમ કહી તેમને અપશબ્દો બોલવા લાગ્યા હતા. અને બાદમાં મારી નાખવાની ધમકી આપી લાકડીના ફટકા માર્યા હતા. ક્રિષ્નનંદન લોહીલુહાણ થઈ જતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો