કોરોના બેકાબુ:અમદાવાદમાં વટવા, પાલડી, ચાંદલોડિયા અને થલતેજના 6 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર, 37 દૂર કરાયા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી - Divya Bhaskar
નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી
  • મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. શહેરમાં 266 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે આજે વટવા, પાલડી, ચાંદલોડિયા અને થલતેજના કુલ 6 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 37 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 247 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

દુર કરવામાં આવેલા ઝોનની યાદી
દુર કરવામાં આવેલા ઝોનની યાદી

વટવામાં 36 મકાનોનાં 161 લોકો અને થલતેજમાં 16 મકાનોના 65 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

દુર કરવામાં આવેલા ઝોનની યાદી
દુર કરવામાં આવેલા ઝોનની યાદી

શહેર અને જિલ્લામાં 4754 નવા કેસ અને 23ના મોત
અમદાવાદ શહેર અને જિલ્લામાં 10 દિવસ બાદ પહેલીવાર 5 હજારથી ઓછા 4754 કેસ નોંધાયા છે અને 4648 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં 22ના મોત થયા છે. 3મેની સાંજથી 4 મેની સાંજ સુધીમાં શહેરમાં 4693 અને જિલ્લામાં 61 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 4608 અને જિલ્લામાં 40 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 22ના અને જિલ્લામાં 1નું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...