તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 6 Last Day Of Filling Up Nomination Forms For Manpani Elections, Women BJP Workers Cried As They Did Not Get Tickets, Saying: 'Only Rajendra Trivedi Is Running In The Party'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ટિકિટ ન મળતાં ભાજપનાં મહિલા કાર્યકર રડ્યાં, કહ્યું: 'પાર્ટીમાં માત્ર રાજેન્દ્ર ત્રિવેદીનું જ ચાલે છે'

અમદાવાદ20 દિવસ પહેલા

નમસ્કાર!

આમ આદમી પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અમદાવાદ આવશે, 8 કલાકનો રોડ શો કરશે. આજથી ગાંધીનગર અક્ષરધામમાં દર્શનાર્થીઓ તમામ વિભાગોમાં જઈ શકશે, તમામ વિભાગો સવારે 11થી રાતના સાડાસાત સુધી ખુલ્લા રહેશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ50,731.63+117.34
ડોલરરૂ.72.92-0.03
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ49,100-200

આ 4 ઘટના પર રહેશે નજર
1) 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, બાકી રહેલા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે.
2) આમ આદમી પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અમદાવાદ આવશે, 8 કલાકનો રોડ શો કરશે.
3) આજથી ગાંધીનગર અક્ષરધામમાં દર્શનાર્થીઓ તમામ વિભાગોમાં જઈ શકશે, તમામ વિભાગો સવારે 11થી રાતના સાડાસાત સુધી ખુલ્લા રહેશે.
4) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સાંજે 8 કલાકે બ્રહ્માકુમારી સંસ્થાના યંગ સ્પિરિચ્યુઅલ લીડર પૂજ્ય શિવાની દીદીનો સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) વડોદરામાં ટિકિટ ન મળતાં મહિલા કાર્યકર ભાજપ કાર્યાલયમાં ચોધાર આંસુએ રડ્યાં, કહ્યું: 'પાર્ટીમાં માત્ર રાજેન્દ્ર ત્રિવેદીનું જ ચાલે છે'
વડોદરા સહિત રાજ્યભરમાં ભાજપે 6 મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરતાં કાર્યકરોમાં રોષ અને નારાજગી જોવા મળી રહ્યાં છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-5માંથી ટિકિટ ન મળતાં મહિલા કાર્યકર ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં અને પક્ષના નેતાઓ સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપનાં કાર્યકર મીનાબેન રાણાએ જણાવ્યું હતું કે હું 35 વર્ષથી પક્ષમાં છું, મને કશું જ આપ્યું નથી. પાર્ટીમાં માત્ર રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું જ ચાલે છે.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજકોટમાં રેશ્મા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે ફોર્મ ભરવા સમયે ઉગ્ર બોલાચાલી, પોલીસે રેશ્માની ટીંગાટોળી કરી
રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે NCP નેતા રેશ્મા પટેલ અને ભાજપનેતા ઉદય કાનગડ વચ્ચે ફોર્મ ભરવા સમયે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વોર્ડ નંબર 13ના ઉમેદવારોનાં ફોર્મ ભરાતાં હતાં એ વખતે રેશ્મા પટેલે મેન્ડેટ માટે બોલાચાલી કરી હતી. જેથી અધિક કલેક્ટરની ચેમ્બરમાંથી રેશ્મા પટેલની ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યાં હતાં. રેશ્મા પટેલે અધિક કલેક્ટરની કચેરીમાં કહ્યું હતું કે સાહેબ, હું તમને રિકવેસ્ટ કરું છું કે ભાજપની દરેક જગ્યાએ ગુંડાગર્દી નહીં ચાલે.
વાંચો સમાચાર વિગતવાર

3) ભાજપ કાર્યાલયમાં ટિકિટ મુદ્દે વિરોધ, 500 કાર્યકરોની રાજીનામાંની ધમકી, ડેમેજ કંટ્રોલ કરવા પ્રદીપસિંહ કાર્યાલય દોડ્યા
ભાજપે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેમાં અમદાવાદમાં પણ ઉમેદવારોની યાદીમાં નવા ચહેરા જોવા મળ્યા છે. એને લઈને વહેલી સવારથી ભાજપના નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય ખાતે રજૂઆત કરવા એકઠા થયા હતા. જેને પગલે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાનપુર કાર્યાલયે દોડી આવ્યા હતા અને ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) વડોદરાની પોદ્દાર વર્લ્ડ, પોદ્દાર ઇન્ટરનેશનલ સહિત 4 સ્કૂલ સામે FRCની કાર્યવાહી, રૂ.1.9 કરોડ વાલીઓને પરત કરવા આદેશ
વડોદરા શહેરની પોદ્દાર વર્લ્ડ, પોદ્દાર ઇન્ટરનેશનલ, DPS કલાલી અને DPS હરણી સ્કૂલ સામે વડોદરાની ફી રેગ્યુલેશન કમિટી(FRC)એ લાલ આંખ કરી છે અને લેટ ફી, ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે ઉઘરાવેલા 1.09 કરોડ રૂપિયા વાલીઓને પરત આપવાનો આદેશ કર્યો છે અને પોદ્દાર વર્લ્ડને બે લાખ અને પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કલને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેને પગલે વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદના મેયર બનાવવા હિતેશ બારોટને કોર્પોરેશનની ટિકિટ, બારોટની સક્રિય રાજકારણમાં એન્ટ્રીથી ચર્ચાનું બજાર ગરમ
અમદાવાદ શહેરમાં ભાજપ માટે વર્ષોથી કામ કરી રહેલા હિતેશ બારોટને એકાએક સક્રિય રાજકારણમાં સામેલ કરી અમદાવાદ મહાનગરપાલિકાની ટિકિટ ફાળવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. પરંતુ ભાજપના ગણિત પ્રમાણે AMCમાં નવું મેયરપદ પુરુષ અનામત હોવાથી હિતેશ બારોટને મેયર પદનો તાજ પહેરાવવા જ ચૂંટણી જંગમાં ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

માર્કેટ અપડેટ
BSEના માર્કેટ કેપ 200.33 લાખ કરોડ રૂપિયા રહ્યું. 54% કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો.
3,128 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થયું. 1,289 કંપનીઓના શેર વધ્યા અને 1,688ના શેર ઘટ્યા.

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
- કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલાં ખેડૂતો આજે દેશભરમાં ચક્કાજામ કરશે. તેને જોતા દિલ્હીમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
- પશ્ચિમ બંગાળમાં ભાજપની પરિવર્તન યાત્રા શરૂ થશે. ભાજપ રાજ્યમાં આવી પાંચ પરિવર્તન યાત્રાઓ કાઢવાની છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો