તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં ફાયરવિભાગની કાર્યવાહી:મુદત પતવા છતાં ફાયર NOC નહીં લેનારી 6 હોસ્પિટલ સીલ, ચાંદલોડિયાની કામધેનુ સહિત ગોમતીપુરની અલ-અમીન ગરીબ નવાઝ હોસ્પિટલ સીલ મારી

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
અલ-અમીન હોસ્પિટલને નોટિસ ફટકારી હોવા છતાં NOC ન લેતા સીલ મારવામાં આવી છે - Divya Bhaskar
અલ-અમીન હોસ્પિટલને નોટિસ ફટકારી હોવા છતાં NOC ન લેતા સીલ મારવામાં આવી છે
 • હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા
 • 9 ફેબ્રુઆરીએ છેલ્લી નોટિસ પછી કાર્યવાહી
 • OPD અને એડમિન ઓફિસ પણ સીલ કરાયા

ફાયર એનઓસી માટે આપવામાં આવેલી મુદત પૂરી થવા છતાં એનઓસી નહીં મેળવનારી શહેરની 6 હોસ્પિટલને મ્યુનિ.એ સીલ કરી છે. છમાંથી જે હોસ્પિટલમાં દર્દીઓ હતા તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તાકીદ કરાઈ છે. વધારામાં હોસ્પિટલનો ઓપીડી વિસ્તાર અને એડમિન ઓફિસને પણ સીલ મારવામાં આવ્યું છે. તમામ હોસ્પિટલને ફાયર એનઓસી મેળવી લેવા 9 ફેબ્રુઆરીએ છેલ્લી નોટિસ આપવામાં આવી હતી.

ઓજસ હોસ્પિટલ, રખિયાલ ગામ
ઓજસ હોસ્પિટલ, રખિયાલ ગામ

ફાયર વિભાગે 151 જેટલી હોસ્પિટલને નોટિસ ફટકારી અને ફાયર NOC લેવા જાણ કરી હતી. વર્તમાનપત્રોમાં પણ જાહેર નોટિસ આપી અને NOC મેળવવા જાણ છતાં હોસ્પિટલોએ કોઈ અરજી કરી ન હતી. 30 જાન્યુઆરી, 9 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરીના રોજ છેલ્લી નોટિસ બજાવવા છતાં તેઓએ કોઈ કાર્યવાહી ન કરતા આજે 6 હોસ્પિટલમાં સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

નવજીવન હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ, સરખેજ
નવજીવન હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ, સરખેજ

આ છ હોસ્પિટલને સીલ કરવામાં આવી
1. કામધેનુ સર્જિકલ હોસ્પિટલ, ચાંદલોડિયા
2. અલ-અમીન ગરીબ નવાઝ હોસ્પિટલ, ગોમતીપુર
3. ઓજસ હોસ્પિટલ, રખિયાલ ગામ
4. છીપા વેલફેર હોસ્પિટલ, જમાલપુર
5. અભિષેક હોસ્પિટલ એન્ડ હાર્ટ સેન્ટર, મણિનગર
6. નવજીવન હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ, સરખેજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો