ક્રાઇમ:ગુરુકુળ રોડ પરના પ્રણવ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મોડી રાતે દારૂ પીને ધમાલ કરતા 6 મિત્રો પકડાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની મહેફિલ માણીને છાકટા બનીને ઠઠ્ઠા-મશ્કરી કરતા હતા

દારૂની મહેફિલ માણીને છાકટા બનીને ગુરુકુળ રોડ ઉપર આવેલા પ્રણવ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ધમાલ કરી રહેલા 6 મિત્રોની પોલીસે ધરપકડ કરી હતી.

ગુરુકુળ રોડ પરના પ્રણવ એપાર્ટમેન્ટની નીચે રાતે 3 વાગ્યે દારૂ પીને 10થી 15 માણસો ઠઠ્ઠા-મશ્કરી કરી રહ્યાં હતા. આ અંગે કોઇ સ્થાનિક રહીશે પોલીસને ફોન કરીને ફરિયાદ કરી હતી. જેના આધારે ઘાટલોડિયા પોલીસ ત્યાં પહોંચી હતી અને રોહિત કનવર(ઘાટલોડિયા), નવિનકુમાર મુકા(ઉં.21), મોહન ઈન્બશેકરન(ઉં.39), કે.વી.વી.સત્યનારાયણ પિરરાજુ(ઉં.51), ગૌરવ શર્મા(ઉં.51, પ્રણવ એપાર્ટમેન્ટ) અને પ્રદીપકુમાર આકુલા(31)(તામિલનાડુ)ની કરફયુ ભંગ અંગે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...