સન્માન:રેલ્વેમાં ઉત્તમ કામગીરી કરનારા 6 કર્મચારીઓને અમદાવાદ મંડળના રેલ વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અવારનવાર રેલવે સ્ટેશન પર યાત્રિક અથવા તો રેલવે વિભાગના કર્મચારીઓની સતર્કતાના કારણે લોકોના જીવ બચ્યા છે અથવા તો મોટી દુર્ઘટના થતી અટકી છે. ત્યારે રેલવેના કર્મચારીઓમાં આ પ્રકારે બનતી દુર્ઘટમાં વિશેષ કામગીરી કરી, પ્રોત્સાહન મળે તે માટે અમદાવાદ મંડળના રેલ વિભાગના કર્મચારીઓને સન્માનીત કરવામાં આવ્યા. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલ્વે સલામતી અંગે જાગૃત રહેવા અને તકેદારી સાથે ઉત્તમ કામગીરી કરનાર રેલવેના 6 કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

રેલ્વેમાં ફરજ દરમિયાન કર્મચારીઓની સતર્કતા ટ્રેન અકસ્માતની શક્યતાને દૂર કરે છે. સાથે સાથે આ કુશળ અને સતર્ક ચોકીદાર અન્ય બીજા રેલ્વે કામદારો માટે પણ અનુકરણીય ઉદાહરણ બની રહે છે. ફરજ પર હોય ત્યારે સતર્કતા અને જાગૃતિ સાથે કામ કરવાથી ટ્રેન અકસ્માતો ટાળી શકાય છે. અમદાવાદ મંડળની આવી નોંધપાત્ર કામગીરી કરનાર 6 રેલ્વેકર્મચારીઓમાં વિમલેશ કુમાર કે જેઓ ગેટમેન તરીકે કાર્યરત છે, પવનકુમાર મીના, કે જેઓ સ્ટેશન માસ્ટર તરીકે ફરજ નિભાવે છે, યોગેશ ઠાકુર કે જેઓ ગેટમેન, રવિ કુમાર નારાયણ કે જેઓ પોઈન્ટ્સમેન, દિનેશ એમ.રાઠોડ, કે જેઓ સ્ટેશન પ્રબંધક અને રાજેશ કુમાર પાલ કે જેઓ ટેલિકોમ મેઇન્ટેનર તરીકે પોતાની ફરજ નિભાવે છે, તેમનું સન્માન કરવામાં આવ્યું. જેઓએ ટ્રેન અકસ્માતોની શક્યતા રોકવા માટે સમયસર સમર્પણ, પ્રામાણિકતા અને સખત મહેનત સાથે કામ કર્યું હતું અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી, જેથી અકસ્માતોની શક્યતાને ટાળી શક્યા.

અન્ય સમાચારો પણ છે...