સાબરમતી નદીમાં છોડવામાં આવતું પાણી પણ પ્રદૂષિત હોવાની હકીકતો સામે આવ્યા બાદ વિંઝોલ એસટીપી પ્લાન્ટની મ્યુનિ. કમિશનરની તપાસમાં અનિયમિતતા પકડાઈ હતી. વિજિલન્સ તપાસમાં હકીકત બહાર આવી હતી કે, શુદ્ધિકરણ બાદ છોડાતા પાણીમાં પ્રદૂષણના માપદંડ જળવાતા ન હતા.
ટેન્ડરમાં દર્શાવ્યા પ્રમાણેની ગુણવત્તાનો સ્ટાફ ન હતો. એટલું જ નહીં પણ ટેન્ડરની શરત પ્રમાણે યોગ્ય વીજ ઉત્પાદન પણ થઇ શક્યું ન હતું. આ તમામ બાબતો ધ્યાને લઇ વિજિલન્સની તપાસને આધારે કમિશનરે એસટીપી સંચાલકને 5.71 કરોડનો દંડ કર્યો છે. અલગ અલગ અનિયમિતતા પ્રમાણે એસટીપી સંચાલક એચએનબીને કુલ 5.71 કરોડ દંડ ફટકારાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.