AMCની કામગીરી:30 હજારથી વધુ ખાડા પુરવા માટે 6 કરોડ ખર્ચ, અંદાજ કરતાં 1 કરોડ વધુ, દિવાળી પહેલાં રોડ પણ રિસરફેસ થશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસામાં રોડ પર પડેલા 30 હજારથી વધુ ખાડા પૂરવા પાછળ મ્યુનિ.અે અંદાજે 6 કરોડનો ખર્ચ કર્યો છે. અગાઉ આ ખાડા પુરવા 5 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. ખાડા પુરવા માટે હોટ મિક્સ, કોલ્ડ મિક્સ અને વેટમિક્સનો ઉપયોગ થાય છે.

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, ચોમાસાને કારણે પડેલા ખાડા પુરવાનું કામ 90 થી 95 ટકા પૂરું થયું છે. દિવાળી પહેલાં તમામ રસ્તા મોટરેબલ બની જશે. સ્થળ પર તપાસ કરી હતી જેમાં ડામરનું તાપમાન યોગ્ય છે કે કેમ? સહિતની બાબતોની તપાસ કરી હતી, જેથી રસ્તાની કામગીરી સારી બને.

પ્રાથમિક તબક્કે આ ખાડા પુરવા માટે હોટ મિક્સ, કોલ્ડ મિક્સ કે વેટ મિક્સ સહિત અન્ય પદ્ધતિ દ્વારા આ ખાડા પુરવા પાછળ રૂ. 5 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જોકે મ્યુનિ. દ્વારા કરાયેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 6 કરોડથી વધારેનો ખર્ચ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. શહેરમાં સૌથી વધુ ખાડા ઉ.પશ્ચિમ ઝોનમાં પડ્યા હતા. જ્યાર સૌથી ઓછા ખાડા મધ્ય ઝોનમાં પડ્યા હતાં. શહેરમાં વિવિધ ઝોનમાં પડેલા ખાડાને વરસાદ બંધ થતાં જ મ્યુનિ. દ્વારા પુરાણ કરી રસ્તાઓ વાહન માટે યોગ્ય બનાવવામાં આવ્યા છે.

મહત્ત્વના 6 રોડ રિસરફેસ કરાયા
શહેરમાં અત્યાર સુધીમાં 6 જેટલા મહત્વના રસ્તાઓ તો આખા રિસરફેસ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના રસ્તાઓને પણ રિસરફેસ કરવા માટે મ્યુનિ. દ્વારા હવે તબક્કાવાર રીતે કામગીરી શરૂ કરવામાં આવશે. નોંધનીય છેકે, શહેરમાં અનેક રસ્તાઓ સંપૂર્ણ રિસરફેસ કરવામાં આવશે. જેથી અત્યંત ખરાબ થઇ ગયેલા રોડ સારા થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...