તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોનાગ્રસ્ત હોવાથી ચૂંટણીપ્રચાર કરી શકતા નથી અને તેનો રંજ પણ તેમણે સોશિયલ મીડિયા પર સંબોધનના માધ્યમથી વ્યક્ત કર્યો. આ તરફ ગૃહમંત્રી અમિત શાહ પણ બંગાળની ચૂંટણીમાં વ્યસ્ત હોઇ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રચાર માટે આવી શકશે નહીં, તેમ છતાં ગુજરાત ભાજપે ગણતરી કરીને 6 મહાનગર પાલિકાઓમાં 90 ટકા બેઠકો પ્રાપ્ત કરવાનો અંદાજ આંક્યો છે. ગઇ વખતે પંચાયતોમાં પછડાટ ખાધી હતી પણ આ વખતે લગભગ તમામ 31 જિલ્લા પંચાયતોમાં ભાજપ જ સત્તા પ્રાપ્ત કરશે તેવી પણ ગણતરી ભાજપે મૂકી છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મહાનગર પાલિકા એકલામાં જ ભાજપ 192માંથી 170 જેટલી બેઠક મેળવશે, જ્યારે સૂરતમાં તો કોંગ્રેસ ખાતું પણ નહીં ખોલાવી શકે. આ ઉપરાંત રાજકોટમાં અને વડોદરામાં પણ 70થી વધુ બેઠકો મેળવવાનો ભાજપનો અંદાજ છે. કુલ મળીને મહાનગર પાલિકાઓની કુલ 576 બેઠકોમાંથી 520 જેટલી બેઠકો મળશે તેવી ભાજપને આશા છે.
સૂત્રોએ જણાવ્યું કે ગઇ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને સફળતા મળી ન હતી પરંતુ આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ પોતાનો દબદબો સાબિત કરશે. લગભગ દરેક જિલ્લા પંચાયતમાં ભાજપ જ સત્તા સ્થાને આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.