તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઓઢવની હોટેલમાં દેહવેપાર કરાવતા 6ની ધરપકડ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓઢવ વિસ્તારમાં એક હોટેલમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડી બહારથી સ્ત્રીઓને લાવી પોતાના આર્થિક ફાયદા માટે આ કૃત્ય કરનારી છ વ્યક્તિની ધરપકડ કરી હતી.

ઓઢવ પોલીસે બાતમીના આધારે રાજેન્દ્ર પાર્ક પાસેના રાજરત્ન શોપિંગ સેન્ટરમાં આવેલી સૂર્યોદય ગેસ્ટહાઉસમાં દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસના ધ્યાને આવ્યું હતું કે, ગેસ્ટહાઉસમાં બહારથી સ્ત્રીઓને લાવી આર્થિક ફાયદા માટે ગ્રાહકોને બોલાવી દેહ વ્યાપાર કરાવાતો હતો.

પોલીસે આ મામલે ગેસ્ટહાઉસના રાજેન્દ્રસિંહ રાજપૂત, દિનેશ રબારી, પપ્પુલાલ જાટ, કિશનલાલ ભગવાનદાસ, ભાવેશ જાદવ અને અલ્પેશ વાઘેલા મળી કુલ છની ધરપકડ કરી હતી. જ્યારે હોટેલના કબજેદાર અને સંચાલક જીવણસિંહ દેવીસિંહ રાવ વોન્ટેડ છે.

અન્ય સમાચારો પણ છે...