તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કર્ફ્યૂમાં દારૂ સાથે બર્થ ડે પાર્ટી કરવા બદલ 6ની ધરપકડ થઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અસારવા રેલવે કમ્પાઉન્ડમાં પાર્ટી ઉજવી હતી
  • મહિલા કોર્પોરેટરનો પતિ સચિન પરમાર ફરાર

અસારવા રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં કર્ફ્યૂના જાહેરનામાનો ભંગ કરી દારૂ સાથે બર્થડે પાર્ટી કરવાના ગુનામાં રેલવે જીઆરપી પોલીસે મેઘાણીનગરના બુટલેગર અખિલેશ પાન્ડે, બનવારી, દિપક ઉર્ફે કાલુ, આકાશ, નરેશ અને એક અન્ય મળી કુલ 6 વ્યક્તિની ધરપકડ કરાઈ છે. જ્યારે પાર્ટીમાં સામેલ ઇન્ડિયા કોલોનીના મહિલા કોર્પોરેટર નીતુ પરમારનો પતિ સચિન પરમાર તેમજ અન્ય આરોપીઓની તપાસ કરતા તમામ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

અસારવા સ્ટેશન કમ્પાઉન્ડમાં બર્થડે પાર્ટી કરવાના ગુનામાં પોલીસે પ્રોહિબિશન અને જાહેરનામાનો ભંગ કરવા બદલ 10થી 12 અજાણ્યા માણસો સામે બે ગુના નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે બુધવારે મોડી રાતે અખિલેશ પાન્ડે સહિત કુલ 6ની ધરપકડ કરાઈ છે. અખિલેશ પાંડે સામે મેઘાણીનગર પોલીસમાં 5 જેટલા ગુના નોંધાયા છે. તેની સાથે જ બે વાર પાસા કરાઈ છે. વધુમાં અખિલેશે તપાસમાં સચિન, બનવારી સહિત અન્ય લોકોના નામ આપ્યા હતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે. જેમાં સચિન સહિત અન્ય ગુનેગારોના ઘરે તપાસ કરતા તેઓ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. ઈન્ડિયા કોલોનીના મહિલા કોર્પોરેટરનો પતિ સચિન પરમાર સહિત અન્ય આરોપીઓ હજી ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...