છેતરપિંડી:કાપડના વેપારીઓને છેતરનારી એક મહિલા સહિત 6ની ધરપકડ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદના આધારે સીટની ટીમની 7 રાજ્યમાં કાર્યવાહી
  • અત્યાર સુધીમાં 80 કરોડમાંથી 5 કરોડની રકમ રિકવર કરાઈ

કાપડના વેપારીઓ પાસેથી માલ મગાવી પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ કરતા લોકોને પકડવા માટે પોલીસની સીટની રચના કરવામાં આવી છે. સીટે ટીમે 7 રાજ્યોમાં સાગમટે દરોડા પાડીને એક મહિલા સહિત 6ની ધરપકડ કરી. કુલ 80 કરોડની ઉઘરાણીમાંથી 5 કરોડની રકમ રિકવર કરવામાં આવી છે. તામિલનાડુથી એક મહિલાની પણ ધરપકડ કરીને અમદાવાદ લવાઈ છે.

પોલીસની કામગીરીથી સમગ્ર દેશમાં કાપડના વેપારીઓના બાકી રહેલા વ્યવહારો જલ્દીથી પતાવટ થવા લાગ્યા છે. બેંગાલુરુ ખાતે 8 આરોપીની ધરપકડ કરવા પોલીસની ટીમે ધામા નાખ્યા છે. દિલ્હીના એક વેપારી આવીને રૂ. 1 કરોડના ચેક લખીને આપી ગયા છે.

1500 અરજી મળી છે
કાપડના વેપારીઓ સાથે ઠગાઇ મામલે સીટને 508 અરજી મળી હતી. જેના ઉપર કામગીરી શરૂ કર્યા બાદ 400 અરજીઓમાં સમાધાન થયું અને 400 નવી અરજીઓ અમને મળી છે. જ્યારે 600 અરજીમાં સામે નોટિસ સર્વ કરવામાં આવી છે. > ગૌરાંગ ભગત , પ્રમુખ મસ્કતી કાપડ મહાજન

25 કેસમાં પાર્ટી મળતી નથી
પોલીસે કરેલી કાર્યવાહીથી રૂ. 5 કરોડ રોકડા, 4 કરોડના પીડીસી ચેક તેમજ વેપારીઓને કાપડનો માલ પરત આપવામાં આવ્યો છે. જ્યારે 25 જેટલા કેસમાં સામેવાળી પાર્ટી મળી આવતી નથી. > નરેશ શર્મા, સેક્રેટરી મસ્કતી કાપડ મહાજન

અન્ય સમાચારો પણ છે...