તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં મચ્છરોનો ત્રાસ:થલતેજ, રાણીપ સહિત 6 વિસ્તાર ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત; સરખેજ, વેજલપુર, ખાડિયામાં પણ મચ્છરનું પ્રમાણ વધુ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા ફેલાવતાં મચ્છર પણ વધુ હોવાનું મ્યુનિ. હેલ્થ વિભાગની તપાસમાં ખૂલ્યું

શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતાં મચ્છરોનો ઉપદ્રવ ‌વધ્યો છે. મ્યુનિ. દ્વારા વિવિધ વિસ્તારમાં કરવામાં આવેલી તપાસમાં પણ 27 વિસ્તારમાં મહત્તમ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા એડિસ મચ્છરોનો ઉપદ્રવ હોવાનું જોવા મળ્યું છે. તેની ડેન્સિટી પણ વધારે જોવા મળી છે. જેમાં અમરાઇવાડીમાં ડેન્સિટી 2.25, ખાડીયામાં 2 અને શાહીબાગમાં પણ 2 ડેન્સિટી મળી આવી હતી.

મેલેરિયા અને ઝેરી મેલેરિયા ફેલાવતાં મચ્છરોનું પ્રમાણ ચાંદલોડિયા, વટવા, રામોલ, ગોતા, ભાઇપુરા, ખોખરા જેવા વિસ્તારમાં મહત્તમ છે. શહેરમાં આ ઉપરાંત તમામ પ્રકારના મચ્છરોનું પ્રમાણ જોઇએ તો થલતેજ, જોધપુર, નિકોલ, ચાંદલોડિયા, અસારવા અને વેજલપુરમાં 3.25, બાપુનગર, વસ્ત્રાલ, જમાલપુર, શાહીબાગમાં 3.75, ગોતામાં 5.5, રાણીપ, અસારવા અને સાબરમતીમાં 3, રામોલમાં 5.75 અને અમરાઇવાડીમાં 8.25 ડેન્સિટી જોવા મળી હતી.

કેટલાક સમયથી મચ્છરોનો ઉપદ્રવ છે, વિવિધ વિસ્તારમાં મચ્છરોની ડેન્સિટી માપવામાં આવી હતી. જેથી કયા વિસ્તારમાં મચ્છરજન્ય કયો રોગ વકર્યો છે તે જાણી શકાય તેમજ તેને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય ઉપાય કરી શકાય. શહેરમાં જુલાઇ મહિનાના અંત સુધીમાં જ સાદા મેલેરિયાના કુલ 202, ઝેરી મેલેરિયાના 13, ડેન્ગ્યુના 140 અને ચિકનગુનિયાના 162 કેસ નોંધાયા છે.

વિસ્તાર મુજબ ડેન્ગ્યુના મચ્છરની ડેન્સિટી

વિસ્તારડેન્ગ્યુ ફેલાવતાંમેલેરિયા ફેલાવતાં
થલતેજ1.50.25
ઠક્કરનગર10
સ્ટેડિયમ10
વિરાટનગર0.750.25
બાપુનગર1.250
સરખેજ0.50.75
નારણપુરા1.250
શાહીબાગ20
નવા વાડજ10
મક્તમપુરા1.750
ગોતા13.5
વેજલપુર1.750
રાણીપ1.250
ભાઇપુરા10.75
અસારવા1.250
સાબરમતી1.50.25
જોધપુર1.250.25
ખાડિયા20
સરદારનગર1.250
ચાંદખેડા10
જમાલપુર10
દરિયાપુર1.50
પાલડી1.250
શાહપુર1.50
કુબેરનગર1.250
નવરંગપુરા10
અમરાઇવાડી2.250.25

મચ્છરની ડેન્સિટી આ રીતે મપાય છે

મ્યુનિ. દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કેટલાક મકાનો નક્કી કરીને ત્યાં કેટલા મચ્છરો છે તે જોવામાં છે. તેને આધારે તે વિસ્તારમાં મકાનોમાં કેટલા મચ્છરો હોઇ શકે તેનો અંદાજ લગાવામાં આવે છે. જેથી જે વિસ્તારમાં 1.25 ડેન્સિટી આવે ત્યાં લગભગ મોટાભાગના ઘરોમાં આટલી સંખ્યામાં મચ્છરો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

મચ્છરનો ઉપદ્રવ નાથવા થયેલી કામગીરી

  • ડેન્ગ્યુને નાથવા માટે જુલાઇ મહિનામાં મ્યુનિ.એ 1934 નાગરિકોના સીરમ સેમ્પલ લીધા.
  • મચ્છરોના બ્રીડિંગ શોધવા માટે 626 કન્સ્ટ્રકશન સાઇટની તપાસ કરી 15 લાખનો ચાર્જ વસૂલ્યો.
  • 386 કોમર્શિયલ એકમોની તપાસ કરી 6 લાખનો ચાર્જ વસૂલ્યો
  • 560 હોટેલ- હોસ્પિટલની તપાસ કરી 4.51 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
  • શહેરમાં 131935 જેટલા મકાનમાં ફોગિંગ કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...