તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વટવામાં પરપ્રાંતીયોને વતન મોકલવા લાલચ આપનારા 6 આરોપી ઝડપાયા

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘સરકાર તમારી કોઈ મદદ નહીં કરે’ તેમ કહી લોકોને ગેરમાર્ગે દોરતા હતા

વટવામાં પરપ્રાંતીયોને વતન મોકલી આપવાની લાલચ આપી સરકાર વિરુદ્ધ ખોટી અફવા ફેલાવનારા 6 લોકો સામે પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.   પોલીસ ફરિયાદ મુજબ, વટવા પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો બચુભાઈનો કૂવો વેટિકન ચોકી પાસે ફોન પર અને ઘરે ફરી-ફરીને પરપ્રાંતીયોને સહી સલામત વતન પહોંચાડવાની લાલચ આપતા હતા. આ ઉપરાંત સરકાર તમારી કોઈ પણ પ્રકારની મદદ નહીં કરે તેવું કહી સરકાર વિરુદ્ધ ગેરસમજ ઊભી કરી રહ્યા હતા.  આથી પોલીસે બે અલગ અલગ ટીમ બનાવીને સ્થળ પર તપાસ કરતા કેટલાક લોકો પોલીસની ગાડી જોઈને પહેલા જ ભાગી ગયા હતા. જોકે પોલીસે પીછો કરીને 6 લોકોને પકડી પાડ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તેઓ અર્જુન મિશ્રા, જિતેંદ્ર મિશ્રા, મણિકેશ મિશ્રા, દેવેન્દ્ર પાંડે, ગણેશ વાઘે અને આદિત્ય ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તમામ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો