તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:શિક્ષિકાની નોકરી અપાવાના બહાને 6. 50 લાખની ઠગાઈ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રખિયાલ પોલીસમાં 3 લોકો સામે ફરિયાદ
 • ગાંધીનગરની કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની લાલચ આપી ટુકડે ટુકડે પૈસા પડાવી લીધા

રખિયાલમાં રહેતી શિક્ષિકાને કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરી અપાવવાની લાલચ આપી 6.50 લાખની ઠગાઈ કરનારા ત્રણ લોકો સામે રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ખોખરાની સેવન્થ-ડે સ્કૂલમાં શિક્ષિકા લીલાબેનના પતિના મિત્ર અમજાદભાઈએ લીલાબેનની મુલાકાત રાજપીપળાના ઈકબાલ ખત્રી સાથે કરાવી હતી. ઈકબાલે તેમને ‘ગાંધીનગરની કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષિકાની નોકરીની જગ્યા ખાલી છે, હું તમને લગાવી દઈશ’ તેમ કહ્યું હતું. દરમિયાન લીલાબેનના પતિ પાસે ઈકબાલે 15 લાખની માગણી કરી હતી. ત્યાર બાદ નોકરીની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. જોકે નોકરીની લાલચે લીલાબેનના પતિએ 6.50 લાખ પરિવારની હાજરીમાં વીડિયોગ્રાફી કરી આપી દીધા હતા. ત્યાર બાદ ઈકબાલ ફોર્મ ભરવાનું કહીને સેક્ટર 30માં આવેલી કેન્દ્રીય વિદ્યાલય બોલાવ્યા હતા, પરંતુ આજદિન સુધી કોલ લેટર ન મળતાં ઠગાઈ થઈ હોવાનું જણાતા લીલાબેને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો