તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદમાં જોધપુર, બોડકદેવ, થલતેજ અને ચાંદખેડા સહિત 29 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 22 દૂર કરાયા, હવે 295 અમલી બન્યાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેરમાં AMCની હેલ્થ ટીમ 6 એપ્રિલે સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 288 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે વેજલપુર, જોધપુર ,ઠક્કરબાપાનગર, વટવા, બહેરામપુરા, દાણીલીમડા, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, થલતેજ, અસારવા, શાહીબાગ, ઓઢવ, રામોલ, નિકોલ, પાલડી અને ચાંદખેડાના 29 વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં ઉમેરાયા છે, જ્યારે સરદારનગર, વટવા, ઘોડાસર, બોડકદેવ, થલતેજ, ચાંદલોડિયા, પાલડી, રાણીપ, ન્યુ પાલડી, અને ચાંદખેડાના 22 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન 295 અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (6 એપ્રિલ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

.

શહેરમાં 700થી વધુ કેસ
અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 700થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 787 નવા કેસ અને 468 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 6 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,376 પર પહોંચ્યો છે.

4 એપ્રિલની સાંજથી 5એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 773 અને જિલ્લામાં 14 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 455 અને જિલ્લામાં 13 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 75,997 થયો છે. જ્યારે 71,032 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો