તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત ભૂજ-કચ્છ મંદિરનો 59મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી - Divya Bhaskar
વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી
  • આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે. વગેરે દેશોમાંથી હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો.

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, ભૂજ - કચ્છનો 59 મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પુનિત નિશ્રામાં ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપા અને સ્વામિનારાયણ ગાદીના આચાર્ય મુક્તજીવન સ્વામીબાપાનું ષોડશોપચાર પૂજન - અર્ચન કરવામાં આવ્યું હતું.

ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક, મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી હતી
ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક, મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી હતી

અન્નકૂટની કલાત્મક સજાવટ કરવામાં આવી
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના સાનિધ્યમાં પરમ ઉલ્લાસ અને ઉમંગભેર ઊજવવામાં આવેલા પાટોત્સવ પર્વે સંતો-ભક્તોએ વિવિધ પકવાન, ફરસાણ, લીલા મેવા –ફ્રુટ– ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, અને ચોસ્યનો ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક, મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી હતી. ત્યારબાદ નીરાજન, આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદનું ઓનલાઇન દર્શન - શ્રવણ કર્યું હતું.

વિદેશમાં રહેતા હરિભક્તોએ પણ ઓનલાઈન દર્શન કર્યાં
વિદેશમાં રહેતા હરિભક્તોએ પણ ઓનલાઈન દર્શન કર્યાં

વિદેશમાં વસનારા હરિભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા
આ અવસરને માણવા ભારતના વિવિધ રાજ્યોના તેમજ આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે. વગેરે દેશોમાંથી હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે આશીર્વચન આપતાં આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, ભવિષ્યકાળને મહાન બનાવવા માટે વર્તમાનકાળને મહાન બનાવો તેના માટે મનમુખી મટી ગુરુમુખી થવું પડે. ભગવાન અને ભગવાનના સત્પુરુષોના વચન પ્રમાણે નિર્વ્યસની થઈ ભગવદ્ભક્તિ કરી મનુષ્ય જીવનને સાર્થક બનાવો.

અન્ય સમાચારો પણ છે...