અમદાવાદમાં કોવિડ મૃત્યુ સહાય:5,923ને 30 કરોડની ચુકવાયા; કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક 3357 દર્શાવાયો છે પણ 10 હજારથી વધુ ફોર્મનું વિતરણ થયું છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોના સહાય માટે અમદાવાદ શહેર અને જિલ્લામાં દસ હજારથી વધુ ફોર્મનું વિતરણ થયું છે. આમાંથી અત્યાર સુધીમાં ભરાઇને આવેલા ફોર્મમાંથી 6477 ફોર્મ માન્ય કરીને હુકમ કરાયા છે. આ પરિવારજનોને ટૂંકમાં ચૂકવણી કરી દેવાશે. અમદાવાદ જિલ્લા કલેકટર તરફથી કોરોના સહાયના 5923 ફોર્મ મંજૂર કરી સંબંધિત મૃતકના પરિવારજનોના બેંક ખાતામાં રૂપિયા 50 હજાર પ્રમાણે 29.61 કરોડની ચૂકવણી કરાઇ છે.

જિલ્લા કલેકટર કચેરી તરફથી મળેલી માહિતી મુજબ સરકારના સત્તાવાર આંકડા અંતર્ગત 3422 મૃતકના પરિવારજનોમાંથી 2593એ અરજી કરી હતી. જેમાં 2586 ફોર્મ માન્ય કરીને હુકમ કરી દેવાયા છે અને 2548ને સહાયની ચૂકવણી પણ કરી દેવાઇ છે. આ સિવાયના 5857 અરજી મળી હતી. હજી પણ કચેરીમાં ઓનલાઇન અને ઓફલાઇન ફોર્મ જમા થઇ રહ્યા છે. જિલ્લા કલેકટર કચેરીના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, આરટીપીસીઆર પોઝિટિવ આવ્યાના 30 દિવસ પછી મૃત્યુ પામેલાના પરિવારને સહાય માટે કમિટી રચાઈ છે.

અન્ય સમાચારો પણ છે...