મોટી કસોટી:5.92 લાખ બાળકો પાસે ઓનલાઇન શિક્ષણ માટે ડિજિટલ ડિવાઇસ જ નહોતા, ટ્યૂશન 13% વધ્યું

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યની પ્રાઇમરી સ્કૂલોમાં વિદ્યાર્થી-શિક્ષક રેશિયો 29.8 છે

દેશમાં કોરોનાના કારણે લૉકડાઉન લાગુ થયા પહેલા જ ઘરમાં કેદ પુરાયેલા અને ઓનલાઇન શિક્ષણ મેળવી રહેલા ધોરણ 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓને ફરી સ્કૂલે જવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે. UDISE+ 2019-20 રિપોર્ટ મુજબ રાજ્યમાં પ્રાઇમરી સેક્શનમાં વિદ્યાર્થી-શિક્ષક રેશિયો (પીટીઆર) 29.8નો છે. જે અપર પ્રાઇમરીમાં 23.3, સેકન્ડરીમાં 32.6 અને હાયર સેકન્ડરીમાં 27.9 છે.

તેથી કોવિડ પ્રોટોકોલ મુજબ બાળકોને સામાજિક અંતર સાથે ક્લાસરૂમમાં શિક્ષણ આપવાનું આયોજન કરવું પડશે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2021ના સરવે મુજબ, સ્કૂલો ફરી શરૂ ખૂલતાં પરિવારના સભ્યો તરફથી બાળકોને મળતી મદદ ઘટી છે. દેશમાં સરકારી સ્કૂલો બંધ હતી ત્યારે 65.8 ટકા બાળકોને ઘરના સભ્યોથી મદદ મળતી હતી જેની સામે સ્કૂલો ખુલતાં તે ટકાવારી 64.3 ટકા થઈ ગઈ. ખાનગી સ્કૂલો બંધ હતી ત્યારે બાળકોને પરિવારથી 75.6 ટકા મદદ મળતી હતી, જ્યારે સ્કૂલો શરૂ થતાં તે 70.4 ટકા થઈ ગઈ. ઓનલાઇન શિક્ષણના કારણે રાજ્યમાં ટ્યૂશન લેવાની ટકાવારીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

2018માં તેની ટકાવારી 16.9 ટકા હતી જે કોરોનાકાળના બે વર્ષ 2020માં 23.0 ટકા અને 2021માં 35.7 ટકા થઈ ગઈ. બીજી તરફ, ઓગસ્ટમાં લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં ઓનલાઇન શિક્ષણ માટે 591590 બાળકો પાસે કોઇ ડિજિટલ ડિવાઇસ નહોતા.

સ્કૂલમાં એડમિશન મેળવેલા બાળકોને પાઠ્યપુસ્તકની ઉપલબ્ધતા (ટકાવારીમાં)

વર્ષસરકારીખાનગી

સરકારી અને ખાનગી

202095.29495
2021939893.6

રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો

વર્ષપ્રાઇમરીઅપર પ્રાઇમરીસેકન્ડરી
2016-1716.524.1
2017-181.77.520.6
2018-192.37.423.8
2019-2015.223.7

ગુજરાતમાં બાળકોને પરિવાર તરફથી કેટલી મદદ મળી?
રાજ્યમાં સરકારી સ્કૂલમાં બાળકોને 73.8% મદદ મળી. ખાનગી સ્કૂલમાં 75% તથા સરકારી અને ખાનગીમાં 74% બાળકોને મા-બાપ તરફથી અભ્યાસમાં મદદ મળી. (સ્તોત્ર: ASER રિપોર્ટ 2021)

અન્ય સમાચારો પણ છે...