શિક્ષણના MOU:અમદાવાદમાં લદ્દાખ યુનિવર્સિટીના 59 વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સ ભણ્યા, ગુજરાત યુનિવર્સિટીએ સર્ટિફિકેટ આપ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લદાખના વિદ્યાર્થીઓએ અલગ અલગ પર્ફોમન્સ રજૂ કર્યાં

તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનિબિલિટી ગુજરાત યુનિવર્સિટી દ્વારા લદાખ યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવ્યા છે. લદાખ વિશ્વવિદ્યાલય તથા ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સ્ટુન્ડટ્સ એકચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લદાખના 59 સ્ટુડન્ટસ અને 2 ફેકલટી સ્પેશિયલ કોર્સ કરવા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે આવ્યા છે.

લદ્દાખના વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ શેર કર્યો
ગુજરાત યુનિવર્સિટીમાં લદાખના વિદ્યાર્થીઓને HR મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, બિઝનેસ કોમ્યુનિકેશન સ્કિલ્સ, ફાઇનાન્સિયલ વેલ્યુસ જેવા અલગ અલગ કોર્સ ભણાવવામાં આવ્યા હતાં. 9 મે થી 15 મે સુધી આ પ્રોગ્રામ ચાલ્યો હતો. જે અંતર્ગત આજે તમામ લદાખના વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં. તેની સાથે તમામ લદાખના વિદ્યાર્થીઓએ અલગ અલગ પર્ફોમન્સ પણ રજૂ કરીને તેમનો અનુભવ પણ રજુ કર્યો હતો.

લદાખના વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં
લદાખના વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં

MOU થતા શિક્ષણની અદલાબદલી
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે બંને યુનિવર્સિટી વચ્ચે MOU થતા સાંસ્કૃતિક જ નહીં હવે એજ્યુકેશનની પણ અદલ બદલ થઈ છે. લદાખના વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં આવીને ગુજરાતની ટેકનોલોજી અને અન્ય અભ્યાસ અંગે જાણવા મળ્યું જેનો તેઓ લદાખમાં ઉપયોગ કરી શકશે.આ પ્રકારે વિદ્યાર્થીઓની અદલાબદલી કરવાથી વિદ્યાર્થીઓ નવું જાણી શકશે.

અન્ય સમાચારો પણ છે...