તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક તો નહીં જ પહેરીએ:અમદાવાદીઓએ એક જ દિવસમાં 55 લાખ દંડ પેટે ભર્યા, રાજ્યમાં પાંચ દિવસમાં 5.89 કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • ગુજરાતમાં દરરોજ 12 હજાર લોકો રોકડો દંડ ભરપાઈ કરે છે

કોરોના સામેની લડાઈ લાંબી છે અને કાયમી માસ્ક ધારણ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે છતાં માસ્ક પહેરવાના મુદ્દે અમદાવાદી ઊણા ઊતરે છે એવું દંડ વસૂલાત પરથી જણાઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં માસ્ક દંડપેટે 5.89 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 12 હજાર લોકો પાસેથી સવા કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવે છે. એમાંથી અડધો એટલે કે 55 લાખ રૂપિયા જેટલો દંડ અમદાવાદીઓ ભરે છે. માસ્ક દંડ વસૂલાતની કામગીરી પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર માટે આવકનું કેન્દ્ર બની ગઈ હોવાનું લોકો માનતા થયાં છે.

નિયમો તોડનારી વ્યક્તિ સામે પોલીસ તંત્ર દંડ વસૂલાતની કામગીરી કરે છે
23થી 27 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં જાહેરનામાના ભંગ બદલ કુલ 2415 ગુના નોંધવામાં આવ્યા છે, જ્યારે 59188 વ્યક્તિ પાસેથી કુલ 5.89 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ પાંચ દિવસ દરમિયાન મોટર વેહિકલ એક્ટ હેઠળ કુલ 4386 વાહન જપ્ત કરવામાં આવ્યાં છે અને 4986 વાહનચાલકની ધરપકડ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકારે કોરોના અટકાવવા જાહેર કરેલા નિયમોના પાલન માટે ગુજરાત પોલીસ સક્રિય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન ન કરનાી વ્યક્તિ સામે પોલીસ તંત્ર દંડ વસૂલાતની કામગીરી કરે છે.

અમદાવાદીઓએ 28મી ડિસેમ્બરે 55 લાખ રૂપિયા દંડ ભર્યો
ગુજરાતમાં પોલીસ દ્વારા દરરોજ સરેરાશ સવા કરોડ રૂપિયા જેટલી રકમ માસ્ક દંડપેટે વસૂલ કરવામાં આવે છે. આમાંથી અડધી રકમ તો અમદાવાદ શહેરમાંથી જ વસૂલ કરવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસે તા. 28ના રોજ કુલ 55 લાખ રૂપિયાની દંડ વસૂલાત કરી છે, જેમાં 3979 વ્યક્તિ પાસેથી માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ કુલ 39.79 લાખ રૂપિયા તેમજ લોકડાઉન અને જાહેરનામા ભંગ બદલ 148 વાહનો કબજે કરવા ઉપરાંત 15.41 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે.

કોરોના મુદ્દે સાવચેતીપૂર્વક રહેવા માટે સ્વયંજાગૃતિ આવશ્યક
કોરોનાની અસર ઓસરી રહી છે અને દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે એ પાછળ લોકોને જાગ્રત કરવા માટે પોલીસની કડક કાર્યવાહી કારણભૂત છે. કોરોના મુદ્દે સાવચેતીપૂર્વક રહેવા માટે સ્વયંજાગૃતિ આવશ્યક છે. આમ છતાં સ્વયંભૂ લોકજાગૃતિ ન જણાતાં પોલીસે આકરાં દંડાત્મક પગલાં ભરવાનો વખત આવે છે. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે છેલ્લા આઠ મહિનાથી સરકાર અને સરકારી તંત્ર તરફથી સતત જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો