• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 58 Super Specialty Doctors Unemployed Despite Giving A Bond Of 50 Lakhs!, Students Made Representations To The Health Department But No Solution

ભાસ્કર એક્સક્લૂઝિવ:50 લાખના બોન્ડ આપી દેવા છતાં 58 સુપર સ્પેશિયાલિટી ડોક્ટર બેરોજગાર!, વિદ્યાર્થીઓએ આરોગ્ય વિભાગને રજૂઆતો કરી છતાં ઉકેલ નહિ

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોગ્ય વિભાગની ઢીલી નીતિને કારણે અમદાવાદ સિવાય સ્પેશિયાલિટી કોર્સ શરૂ થયા નથી

બી. જે. મેડિકલ કોલેજ અને આરોગ્ય વિભાગ વચ્ચેના સંકલનના અભાવે સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો ધક્કે ચઢ્યા છે. 58 હાઈસ્કિલ્ડ સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરે સરકારને 50 લાખના બોન્ડ સહી કરી આપી દીધા છતાં નિમણૂક અપાતી નથી. સરકારે તાજેતરમાં 35 લાખના બોન્ડ, 15 લાખની બેંક ગેરંટીનો નવો નિયમ લાગુ કર્યો છે. વિદ્યાર્થીઓએ આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને વારંવાર રજૂઆત કરવા છતાં આ મુદ્દાનો ઉકેલ આવ્યો નથી.

યુએન મહેતાએ 10ને નોકરી આપવાનું આશ્વાસન આપ્યું
મહિના પહેલાથી ડોક્ટરે રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બોન્ડ લખી આપવા મંજૂરી આપી દીધી હતી. કેટલાક ડોક્ટરે ત્રણ વર્ષ પહેલેથી બોન્ડ સહી કરી આપી દીધા હતા છતાં તેમને બિનજરૂરી હેરાન કરાઈ રહ્યાં હોવાનો ડૉક્ટરોનો આક્ષેપ છે. ગત જુલાઈમાં સુપર સ્પેશિયાલિટી ડોક્ટર્સની પરીક્ષા પૂરી થઈ હતી. સામાન્ય રીતે અઠવાડિયામાં પરિણામ આવી જતું હોય છે, પણ સરકારે બોન્ડવાળું નવું કોકડું ગૂંચવ્યું હોવાથી પરિણામ મહિના સુધી અટકાવી રખાયું હતું. સૂત્રો કહે છે કે, ડૉક્ટરોનો મુદ્દો બિલકુલ વાજબી છે. અન્ય રાજ્યોમાં પરિણામ પહેલાં કઈ બ્રાન્ચની કેટલી જગ્યા કઈ કોલેજમાં ખાલી છે તેની ઓનલાઈન યાદી જાહેર કરી દેવામાં આવે છે. જોકે યુએન મહેતાએ 10ને નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.

આરોગ્ય વિભાગે હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું
મેડિકલના સુપર સ્પેશિયાલિટીના વિદ્યાર્થીઓએ બોન્ડની સામે કરેલી રીટમાં હાઈ કોર્ટે કોઈ પણ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ રાજ્ય સરકારની પ્રોપર્ટી હોઈ શકે નહીં તેમ સ્પષ્ટ જણાવ્યું હોવા છતાં આરોગ્ય વિભાગે સુપર સ્પેશિયાલિટી વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયા બેંકમાં જમા નહીં કરાવે ત્યાં સુધી અસલ પ્રમાણપત્રો તથા એટેમ્પ્ટ સર્ટિફિકેટ, પાસિંગ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, સિક્યોરિટી ડિપોઝિટ વગેરે અટકાવી રાખવા ગત 22 ઓગસ્ટે ઠરાવ કર્યો હતો. આ કિસ્સામાં વિદ્યાર્થીઓએ ડૉક્યુમેન્ટ રાખવા સામે વાંધો લીધો ન હતો, પણ તેમનો આગ્રહ માત્ર એટલો જ હતો કે, સમયસર નોકરી આપો.

અન્ય સમાચારો પણ છે...