હાલાકી:ગુજરાતમાં વરસાદને કારણે 56 રસ્તા બંધ, પંચાયત હસ્તકના 54,વલસાડ જિલ્લામાં 30, જામનગરમાં એક સ્ટેટ હાઈવે બંધ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદને કારણે રસ્તા બંધ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી - Divya Bhaskar
વરસાદને કારણે રસ્તા બંધ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી
  • દાહોદ,વડોદરા,રાજકોટ,જામનગર,જૂનાગઢમાં 1-1 રસ્તો બંધ છે. જ્યારે છોટાઉદેપુરમાં 2 રસ્તા બંધ.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા વરસાદને કારણે કુલ 56 રસ્તા બંધ થઈ ગયાં છે. રાજ્યમાં રવિવારે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ થયો છે. તે ઉપરાંત ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે. વરસાદને કારણે રાજ્યના કુલ 56 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયાં છે. જેમાં પંચાયત હસ્તકના 54, જામનગર જિલ્લામાં 1 સ્ટેટ હાઈવે બંધ છે. જ્યારે વલસાડ જિલ્લામાં 30 રસ્તા ભારે વરસાદને કારણે બંધ થઈ ગયાં છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં 9,તાપીમાં 5,સુરતમાં 4 રસ્તા બંધ છે. મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોઈએ તો દાહોદ,વડોદરા,રાજકોટ,જામનગર,જૂનાગઢમાં 1-1 રસ્તો બંધ છે. જ્યારે છોટાઉદેપુરમાં 2 રસ્તા બંધ છે.

ગુજરાતમાં બંધ રહેલા રસ્તાની વિગત
ગુજરાતમાં બંધ રહેલા રસ્તાની વિગત

ધોરાજીનું મોટી મારડ ગામમાં જળબંબાકાર
ધોરાજીના મોટી મારડ ગામમાં 9 ઇંચ વરસાદ નોંધાતા ગામ બેટમાં ફરવાય ગયું છે. ગામના 5 તળાવો ઓવરફ્લો થઈ ગયા છે. ગામનું મેઇન તળાવ, પંચાયત પાસેનું તળાવ, મારડીયાના માર્ગનું તળાવ સહિત તમામ તળાવો ઓવરફ્લો થઈ ગયા છે. ગામના તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ધોરાજીના ગ્રામ્યા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.

આ પણ વાંચોઃ ધોરાજીના મોટી મારડમાં 9 અને લોધિકામાં 8 ઇંચથી જળબંબાકાર, રાજકોટમાં બે કાચા મકાન ધરાશાયી, એકને ઇજા, સિવિલમાં પાણી ઘૂસ્યા

મોટી મારડ ગામમાં કેડસમા પાણી.
મોટી મારડ ગામમાં કેડસમા પાણી.

ઉપલેટાના લાઠ ગામે જવાના રસ્તા બંધ
ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં મૂશળધાર 7 ઇંચ વરસાદ ખાબકતા ગામમાં કેડસમા પાણી ભરાય ગયા હતા. આથી લાઠ ગામે જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા અને ગામ થોડા સમય માટે સંપર્ક વિહોણું બન્યું હતું. હાલ તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે.

ઉપલેટાનું લાઠ ગામ બેટમાં ફેરવાયું.
ઉપલેટાનું લાઠ ગામ બેટમાં ફેરવાયું.

રાજ્યના 240 તાલુકામાં ચોમાસાની જમાવટ થઈ
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્ચના 240 તાલુકામાં ચોમાસાની જમાવટ થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહીસાગર, મહેસાણા,ડાંગ, તાપી, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ખેડા, સુરત જિલ્લામાં નોંધાયો છે. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 5 ઇંચ, મહેસાણાના ઊંઝામાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં 2 ઇંચ, કપરાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પંચમહાલના ગોધરામાં 3 ઇંચ, મોરવા(હ)માં 2.5 ઇંચ, જાંબુઘોડા અને શહેરમાં 3 ઇંચ ખાબક્યો હતો.

લાઠ ગામમાં જતા તમામ રસ્તા બંધ.
લાઠ ગામમાં જતા તમામ રસ્તા બંધ.

30મી જુલાઈ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.