વરસાદ પડ્યા પછી ચોમાસાના કામોની દરખાસ્ત:56 કરોડના સ્ટોર્મ વોટર, ડ્રેનેજ લાઈન સહિતનાં કામો; વિપક્ષે પૂછ્યું, આ કામો પૂરાં ક્યારે થશે?

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીની 3 બેઠકમાં 56.44 કરોડના કામોની દરખાસ્ત લવાઈ છે. જેમાં ડ્રેનેજ લાઇન મેઇન્ટેનન્સ, નવી ડ્રેનેજ લાઇન નાખવી, ડિશિલ્ટિંગ, સ્ટોર્મ વોટર લાઇન નાખવી, સફાઇકામનો સમાવેશ થાય છે. હવે આ કામોની દરખાસ્ત ચોમાસા દરમિયાન આવી છે તો તે કામ ક્યારે અપાશે અને કામગીરી ક્યારે શરૂ થશે? આ પ્રક્રિયામાં ચોમાસુ લગભગ પૂરું થઇ જશે તેવો આક્ષેપ મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે કર્યો છે.

સામાન્ય રીતે વરસાદ પહેલાં જ વરસાદી પાણીના નિકાલની લાઇનો, સ્ટોર્મ વોટર લાઇનો તથા ડ્રેનેજ લાઇનોની સફાઇ થાય તો પાણી ભરાવાની સમસ્યા રહેતી નથી. મ્યુનિ.માં ચોમાસુ આવી ગયા બાદ આવા કામોની દરખાસ્તો આવી રહી છે. જો આવા કામો આગોતરા થાય તો વરસાદી પાણી ઝડપથી ઉતરી જાય.

અન્ય સમાચારો પણ છે...