કોંગ્રેસનો આક્ષેપ:સરકારી ડિગ્રી-ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રોફેસરોની 55 ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મનિષ દોશીની ફાઈલ તસવીર - Divya Bhaskar
મનિષ દોશીની ફાઈલ તસવીર
  • સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-૧ની ૩૦૦ અને વર્ગ-૩ની ૨૯૮ જગ્યાઓ ખાલી: કોંગ્રેસ

સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની 55 ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાનો કોંગ્રેસ દ્વારા કરાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-1ની 234 જગ્યાઓ ભરાયેલ અને 300 જગ્યાઓ ખાલી છે અને વર્ગ-3ની 190 જગ્યાઓ ભરાયેલ અને 298 જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં સરકારી કોલેજોમાં મદદનીશ પ્રધ્યાપક વર્ગ-2ની 1175 જગ્યાઓ ભરાયેલ અને 557 જગ્યાઓ ખાલી છે. 31-સરકારી પોલીટેકનિક કોલેજોમાં વર્ગ-1ની ભરાયેલ 95 સામે 79 જગ્‍યાઓ ખાલી છે. વર્ગ-3ની 377 ભરાયેલ સામે 690 જગ્‍યાઓ ખાલી છે અને વર્ગ-4ની 140 ભરાયેલ સામે 385 જગ્‍યાઓ ખાલી છે.

તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ-2ની 175 જગ્યાઓ ખાલી છે. ડીસેમ્બર-2021માં 139 જગ્યાઓ ખાલી હતી તેમ છતાં માત્ર 34 જગ્યાઓ જ ભરવામાં આવી છે. જગ્યાઓ ભરવામાં આવે છે તેના કરતાં ખાલી જગ્યાઓ વધુ થાય છે. રાજ્યમાં સરકારી પોલીટેનીક કોલેજમાં વર્ગ-3ની 690 જગ્યાઓ ખાલી છે. ડીસેમ્બર, 2021માં ખાલી જગ્યાઓ 653 હતી તેમાં વધારો થયો છે, તેમ છતાં એકપણ જગ્યા ભરવામાં આવી નથી.

ડો. મનીષ દોશીએ ઉમેર્યું કે, રાજ્યમાં 16 સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ષ 2020માં વર્ગ-1ની 296 જગ્યાઓ ખાલી હતી તેમાં વધારો થઈને હાલમાં 300 જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, તેમ છતાં ઉક્ત્ત જગ્યાઓ વર્ષોથી ખાલી હોવા છતાં તાત્કાલિક ભરવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજ્યમાં 31 સરકારી પોલિટેકનિક કોલેજો આવેલી છે. વર્ગ-1ની ભરાયેલ 95 સામે 79 જગ્યાઓ ખાલી છે. વર્ગ-3ની 377 ભરાયેલ સામે 690 જગ્યાઓ ખાલી છે અને વર્ગ-4ની 140 ભરાયેલ સામે 385 જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં 16 સરકારી ઈજનેરી કોલેજો આવેલી છે. વર્ગ-1ની ભરાયેલ 234 સામે 300 જગ્યાઓ ખાલી છે. વર્ગ-3ની 190 ભરાયેલ 298 જગ્યાઓ ખાલી છે અને વર્ગ-4ની 86 ભરાયેલ સામે 179 જગ્યાઓ ખાલી છે. અધ્યાપકો - લેબ આસીસ્ટન્ટ સહિતની ખાલી જગ્યાઓને કારણે સરકારી ડિગ્રી - ડિપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોની ગુણવત્તા પર મોટી અસર પડી રહી છે.

કોંગ્રેસ પ્રવક્તાનો આક્ષેપ છે કે, રાજ્યમાં વર્ષોથી ભાજપના શાસનમાં ઉચ્‍ચ શિક્ષણનું સ્‍તર સતત કથળતું જાય છે, સરકારી કોલેજો બંધ કરવી અને ખાનગી કોલેજોમાં લાખોની ફી ઉઘરાવે તેને મંજુરી આપવી આ નીતિ ભાજપની રહી છે. ભાજપ શાસનમાં સરકારી શાળા-કોલેજોમાં ઓરડાઓ સહિત ભૌતિક સુવિધાઓનો ખૂબ જ અભાવ અને શિક્ષકો, અધ્‍યાપકો અને વહીવટી સ્‍ટાફની હજારો જગ્‍યાઓ ખાલી હોવાના કારણે સરકારી શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓનો ભવિષ્‍ય પર ગંભિર અસર પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...