• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 55% Of People Keep Their Phone With Them While Sleeping Due To Screen Addiction, Increase In Cases Of Stress Due To Constant Holding Of Phone

રેડ એલર્ટ:સ્ક્રીન એડિક્શનના કારણે 55% લોકો સૂતી વખતે ફોન સાથે રાખે છે, સતત ફોન સાથે રાખવાને લીધે સ્ટ્રેસના કેસમાં વધારો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ્સના વધુ ઉપયોગને લીધે માનવ શરીરમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનને લીધે લાંબાગાળે જોખમ વધે છે. આ અંગે સિટી ભાસ્કર દ્વારા કરવામાં આવેલા સરવેમાં જાણવા મળ્યું કે 55%થી વધુ લોકો સૂતી વખતે ફોન પાસે રાખે છે. જેના લીધે વ્યક્તિ સતત ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનના સંપર્કમાં રહે છે. જેના રેડિએશનને લીધે લાંબાગાળે કેન્સર, માથાનો દુ:ખાવો, બ્રેન ટ્યૂમર, લ્યુકેમિયા, અલ્ઝાઈમર, વાળ ખરવા તેમજ સ્ટ્રેસ જેવી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.

ગેજેટ્સનું એડિક્શન ડ્રગ્સના વ્યસન જેવું બની ગયું છે
ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનના સંપર્કમાં વધુ રહેવાથી માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. જેમાં ચીડિયાપણુ, ધ્યાનભંગ, યાદશક્તિમાં ઘટાડો, ચિંતા, સ્ટડીમાં ડિસ્ટર્બન્સ આવવું. ફોન એડિક્ટેડ વ્યક્તિને જ્યારે કંઈક નવું જોવા મળે છે ત્યારે તેને ફોનમાં વધુ નવું જોવાની ઈચ્છા થાય છે. જેને ડોપામાઇન કિક કહેવાય છે. જ્યારે ફોનમાં નવું કન્ટેન્ટ જોવાની ઈચ્છા થાય છે ત્યારે મસ્તિષ્કમાંથી ડોપામાઇન પ્રવાહી રિલીઝ થાય છે. ગેજેટ્સનું એડિક્શન ડ્રગ્સના વ્યસન જેવું બની ગયું છે. > પ્રશાંત ભીમાણી, સિનિયર, સાયકોલોજિસ્ટ

રેડિએશનથી બચવાની રીત

  • સૂતી વખતે ફોનને દૂર રાખો.
  • 1.6 Specific Absorption Rateવાળો ફોન જ ખરીદો.
  • દિવસમાં 18-24 મિનિટ જ ફોન પર વાત કરો.
  • મોબાઈલ ટાવરની આસપાસ રહેવાનું ટાળો, ટાવરમાંથી નીકળતા રેડિએશનના કારણે કેન્સર થઇ શકે છે.

- હિરેન બેન્કર, ઈલેક્ટ્રોનિક્સ- ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર

અન્ય સમાચારો પણ છે...