છેતરપિંડી:અમદાવાદમાં મોબાઈલ એપમાં ગેમ્સ રમાડી નફામાંથી રોજનું 1 ટકા રિટર્ન આપવાની લાલચે 55 લાખની છેતરપિંડી, બે ઝડપાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીઓ - Divya Bhaskar
છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીઓ
  • પૈસાનું રોકાણ કરાવીને રોકાણકારો મોટેરાની ઓફિસને રાતોરાત તાળા મારીને ફરાર થઈ ગયા

અમદાવાદ શહેરમાં મોબાઈલ એપ દ્વારા ગેમ્સ રમાડી નફો થાય તેમાંથી રોજનું 1 ટકા રીટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ આપવાની લાલતે છેતરપિંડી આચરનારી કંપનીનો પર્દાફાશ થયો છે. જેમાં 4 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. ઓગસ્ટ 2020થી ચાલુ થયેલી આ છેતરપિંડીમાં કંપની દ્વારા અત્યાર સુધીમાં 55 લાખથી વધુની મતાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવી રહ્યું છે. આરોપીઓ લોકો પાસેથી રોકાણ કરાવીને રાતો રાત ઓફિસ બંધ કરીને ભાગી જતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

રોજનું રિટર્ન આપવવાની લાલચે છેતરપિંડી
ઘટનાની વિગતો મુજબ, મોટેરામાં મેગ્મેટા એન્ટરટેઇનમેન્ટ કંપની દ્વારા આફિસ ખોલીને ક્રિકેટ, ફૂટબોલ, પબજી, સોકર જેવી ગેમ્સ રમાડી જેમાંથી નફો થાય તેના 1 ટકા રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ આપવાની લાલચ આપી લોકો પાસેથી છેતરપિંડી આચરવામાં આવી. કંપનીએ આર.બી.આઈ પાસેથી મંજૂરી મેળવ્યા વિના લોકોને રોજે રોજનું 1 ટકા લેખે રિટર્ન આપવાની લાલચમાં ફસાવ્યા હતા.

મેગ્નેટા ક્લબ નામની વેબસાઇટથી કૌભાંડ આચર્યું
આરોપીઓએ મેગ્નેટા ક્લબ નામની વેબસાઈટ બનાવી હતી, જેમાં આઈડી પાસવર્ડ અપાતો હતો. ત્યાર બાદ તેમાં ઓનલાઇન ગેમ રમાડવાના બહાને પૈસાનું રોકાણ કરાવાતું. ત્યાર બાદ નફામાંથી રોજના એક ટકા રિર્ટન શરૂઆતમાં આપી વધુ રકમ રોકવા લોકોને લલચાવતા હતા. અત્યાર સુધીમાં છેતરપિંડીનો આંકડો 55 લાખ સુધી પહોંચ્યો છે.

કંપની દ્વારા વેબસાઈટ બનાવી ફરિયાદી તથા અન્ય ડીપોઝીટરોને લિંકના આધારે એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી હતી અને તેમને સભ્ય તરીકે નોંધણી કરાવડાવી ભાગીદારીમાં વળતર તરીકે પૈસા આપવાની લાલચ આપવામાં આવી હતી. કંપની દ્વારા ફરિયાદી પાસેથી 12,98,000 રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું હતું જેમાં શરૂઆતમાં ગેમ પોઈન્ટ મુજબ 2 લાખ આપ્યા અને બાકીના નાણાં પરત નહોતા કર્યા. બેંકની વિગત તપાસતા કંપની દ્વારા આશરે 55 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી મોટેરા ખાતેની ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા. આ આરોપીઓમાંથી બે આરોપી સદ્દામ હુસૈન ઉર્ફે બાબુ મન્સુરી અને ધરમપાલસિંહ ઉર્ફે ઘીરેનસિંહ રાઠોડ રાજસ્થાનના જોધપુરના રહેવાસી હતા. પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ઉત્તર પ્રદેશ ખાતેથી શોધી કાઢીને ઝડપી લેવામાં આવ્યા હતા.