2011માં લવાયેલા ઈમ્પેક્ટ ફી કાયદા વખતે સરકારી જમીન પર બનેલા કે કોઈ રીતે ઈમ્પેક્ટ ફી વસૂલી ન શકાય તેવી 1.16 લાખ અરજી દફ્તરે કરાઈ હતી. 1.26 લાખ અરજી મંજૂર કરી રૂ.349.30 કરોડ ઈમ્પેક્ટ ફી પેટે વસૂલાયા હતા. એ પછી મ્યુનિ. ગેરકાયદે બાંધકામો ભૂલી ગયું. જે અરજી દફતરે થઇ તેમાંથી 1.16 લાખ સામે કોઇ પગલા લેવાયા નથી. વસૂલાયેલા 349.30 કરોડ પાર્કિંગ સુવિધા પાછળ વાપરવાના હતા પરંતુ કોઈ પ્રગતિ થઈ નહીં. ફરી એક વખત રેન્ડમ સરવે કરાવવામાં આવતાં શહેરમાં અત્યારે પણ 32 ટકા ઇમારતો પાસે બીયુ ન હોવાનું સામે આવ્યું છે.
શહેરમાં તાજેતરમાં જ રાજ્ય સરકારના આદેશ પ્રમાણે અલગ અલગ મિલકતોમાં પ્રત્યેક ઝોનમાં કરાયેલા 150 મિલક્તોના રેન્ડમ સરવે મુજબ 55 ટકા હોસ્પિટલ, 42 ટકા શૈક્ષણિક સંકુલ, 35 ટકા કોમર્શિયલ એકમો અને 31 ટકા રહેણાંકની મિલકતો પાસે બીયુ નહીં હોવાનો અંદાજ છે. હાઇકોર્ટના આદેશ પ્રમાણે જો સિલિંગ કરવામાં આવે તો મોટા પાયે મિલક્તો સીલ કરવી પડે તેમ છે. જો તંત્રના સર્વેને આગળ ધરીએ તો પણ શહેરમાં 7 લાખ જેટલી મિલકતો એવી છે જેની પાસે યોગ્ય બિયુ પરમિશન નથી છતાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે.
નામંજૂર થયેલી અરજીઓ
ઝોન | બાકી અરજી |
નવો પશ્ચિમ | 10037 |
પશ્ચિમ | 13589 |
પૂર્વ | 42439 |
દક્ષિણ | 23169 |
ઉત્તર | 24888 |
મધ્ય | 2547 |
કુલ | 116669 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.