ભાસ્કર બ્રેકિંગ:GTUની 31 ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ, એમસીએ કોલેજોમાં 5474 સીટનો વધારો થશે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
GTU - ફાઇલ તસવીર - Divya Bhaskar
GTU - ફાઇલ તસવીર
  • એલડીમાં 180, VGECમાં 150, ગર્લ્સ પોલિટેકનિકમાં 60 સીટ વધશે
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન રોબોટિક્સ ડેટા સાયન્સ જેવી બ્રાન્ચમાં બેઠકો વધારવા AICTEની મંજૂરી
  • એનબીએ એક્રિડેટેડ, નેક એક્રેડિટેશન ધરાવતી કોલેજોએ બેઠકો વધારવા મંજૂરી માગી હતી

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન 31 સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ ડિગ્રી-ડિપ્લોમા એન્જિનિયરિંગ, એમબીએ, એમસીએ કોલેજોમાં વિવિધ બ્રાન્ચની 5474 સીટ વધારવા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ મંજૂરી આપી છે. આ કોલેજોની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, ઓટોમેશન-રોબોટિક્સ સબિતની ઊભરતી બ્રાન્ચની સીટોમાં વધારો થશે. અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં 180 સીટ, જીટીયુ કેમ્પસની વિશ્વકર્મા એન્જિનિયરિંગ (વીજીઈસી) કોલેજમાં 150 બેઠક, ગર્લ્સ પોલિટેકનિક કોલેજમાં 60 (આઈસીટીઈ બ્રાન્ચ) સીટ વધશે.

એઆઈસીટીઈએ ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડને ધ્યાનમાં રાખી જુદા જુદા ઇમર્જિંગ કોર્સ શરૂ કરવા પર ભાર મૂક્યો છે. રાજ્યની એનબીએ એક્રિડેટેડ તથા નેક એક્રેડિટેશન ધરાવતી કોલેજોની બેઠકોમાં વધારા માટેની મંજૂરી માગવામાં આવી હતી, જે માન્ય રખાતા બેઠકો વધારવામાં આવી છે.

કઈ બ્રાન્ચમાં કેટલી સીટ થઈ

બ્રાન્ચકોલેજસીટ
ડિગ્રી એન્જિ.122,070
ડિપ્લોમા એન્જિ.63 હજાર

ફાર્મસી (સેલ્ફ ફાઇનાન્સ)

9134

MBA (સેલ્ફ ફાઇનાન્સ)

3210
MCA (સેલ્ફ ફાઇનાન્સ)160

નવી પોલિસી પ્રમાણે નિર્ણય
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે નવા ઊભરતા કોર્સીસની સાથે જાણીતી સરકારી કોલેજોમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે બેઠકો વધારવા માટે મંજૂરી મગાઈ હતી, જે માન્ય રખાઈ છે.

એલડીમાં ઇમર્જિંગ બ્રાન્ચની બેઠકોમાં વધારો કરાયો
એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ન્યૂ ઇમર્જિંગ બ્રાન્ચ ઓટોમેશન-મશીન લર્નિંગમાં 60 બેઠક, ઓટોમેશન-રોબોટિક્સમાં 60 અને હાલ ભણાવાતી ઓટો મોબાઇલ બ્રાન્ચમાં વધુ 60 બેઠકને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ઓટો મોબાઇલ બ્રાન્ચમાં જૂની 60 બેઠકો સહિત કુલ બેઠકોની સંખ્યા હવે 120 થઈ છે. > ડો. કેતન બડગુજર, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, એલડી એન્જિનિયરિંગ કોલેજ

ડેટા સાયન્સ, ઇસી અને મિકેનિકલની બેઠકો વધી
એઆઈસીટીઈ તરફથી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં ડેટા સાયન્સની 60, બેઠક, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનની 6 બેઠકની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે મિકેનિકલ બ્રાન્ચમાં અગાઉ 30 બેઠક હતી, જેમાં વધુ 30 બેઠકની મંજૂરી મળી છે. આ સાથે કોલેજમાં કુલ 150 બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. > ડો. એન. એન. ભૂપતાણી, પ્રિન્સિપાલ, ગવર્નમેન્ટ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ

અન્ય સમાચારો પણ છે...